Home Gujarat Government Worried About Megharajas Angry Appearance

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી સરકાર ચિંતામાં : ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી સરકાર ચિંતામાં
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 01:56 PM IST

રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે. ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતો પર સમીક્ષા થઈ હતી.

રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક
રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ છે. જેમાં હવામાન વિભાગ, મહેસુલના અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, NDRF, SDRFની ટીમના વડા આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સિવાય કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતો પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમાં આજે 176 તાલુકાઓમાં વરસાદ
17 જૂને રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય સાયલામાં 6.22 ઈંચ, મુળીમાં 5.31 ઇંચ, ઉમરાળા 4.76 ઇંચ, બોટાદ 4.65 ઇંચ, થાનગઢમાં 4.13 ઇંચ, વલ્લભીપુર 4.13 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.54 ઇંચ, ધંધુકામાં 3.7 ઇંચ, પેટલાદમાં 2.87 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, બોરસદમાં 2.80 ઇંચ, ધોલેરામાં 2.52 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ, જોડાયામાં 2.48 ઇંચ અને હળવદમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now