જય જય જગન્નાથ”ના નાદ સાથે આજે અમદાવાદમાં 148 ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની પરંપરાગત નગરચર્યાએ નિજ મંદિરેથી નિકળ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થઈ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યાં છે.રથયાત્રામાં ઉપયોગ થશે અત્યાધુનિક ટેક્નોલોજી
રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરિંગ રથયાત્રા પર થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની ભાગદોડના થાય તે માટે AIથી સુરક્ષા થઈ રહી છે. એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ
આ રથયાત્રામાં 75થી વધુ ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે. આ રથયાત્રામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ દ્રારા એક ડ્રોનનું સમજ કરી લેવામાં આવ્યું છે. દરેક ડ્રોન પર GPS લગાડવામાં આવ્યુ હોવાથી આ ડ્રોનના વિઝ્યુલ પર સતત નજર રાખવામાં આવી રહ્યું છે. શું કહ્યું હર્ષ સંઘવીએ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ x પર માહિતી આપી હતી કે, રથયાત્રામાં બાળકોની સલામતી, દેખરેખ અને સુરક્ષા માટે 3500 CCTV કેમેરા સાથે AI ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સુરક્ષાને લઈ હજારો પરીવાર સલામત અને આનંદદાયક રથયાત્રાની ઉજવણી કરી શકશે.
કેરલમમાં ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય તોફાન: CM અને DyCMનો સંયુક્ત પ્રહાર






