Home Gujarat Fatal Accident Between Dumper And Activa

ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત : નિકોલમાં ટ્રક ચાલકે મહિલાને આડફેટે લેતા ઘટના સ્થળે મોત,CCTV આવ્યા સામે

ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 11:56 AM IST

અમદાવાદન નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે મહિલા એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જે બાદ મહિલા અને તેના એક્ટિવાને 20 ફૂટ સુધી ઢસડ્યા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે.

ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત
સમગ્ર ઘટના નરોડા બની હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ એક્ટિવા લઈ નિકોલ દેવસ્ય સ્ટેટ્સથી રસપાન સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભક્તિ સર્કલ તરફથી આવી રહેલા ડમ્પરે મહિલાને અડફેટે લીધી હતી. જેના કારણે મહિલા એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. મહિલાના પડી ગયા બાદ ડમ્પરચાલકે મહિલા અને એકટીવાને 20 ફૂટ દૂર સુધી ઢસડી હતી.

CCTV વીડિયો સામે આવ્યા
આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા સીમાબેન મિશ્રાનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. આ બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ બનાવ અંગે ફરાર ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માતના CCTV વીડિયો આવ્યો સામે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now