Home International Even After The Army Was Deployed The Situation In Los Angeles Was Out Of Control Protesters Looted The Apple Store

ટ્રમ્પ સામેનો વિરોધ ‘આઉટ ઓફ કન્ટ્રોલ’ : સેના ઉતાર્યા બાદ પણ લોસ એન્જલસમાં સ્થિતિ બેકાબૂ, પ્રદર્શનકારીઓએ લૂંટી લીધો Apple સ્ટોર!

ટ્રમ્પ સામેનો વિરોધ ‘આઉટ ઓફ કન્ટ્રોલ’
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 03:26 AM IST

અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ઈમિગ્રેશન રેઈડ્સના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનો હવે હિંસક બની ગયા છે. શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં એપલના શોરૂમમાં લૂંટની ઘટના સામે આવી છે, જેનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં નકાબ પહેરેલા લોકો શોરૂમમાં ઘૂસીને ચીજવસ્તુઓ લૂંટીને ભાગતા જોવા મળે છે. પોલીસ આવે તે પહેલાં જ આ લૂંટારુઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ શહેરના મેયર કેરન બાસે ડાઉનટાઉન લોસ એન્જલસમાં કર્ફ્યૂ લાદવાનો આદેશ આપ્યો છે, જે 11 જૂનની રાત્રે 8 વાગ્યાથી લાગુ થયો છે.

હિંસાનું કારણ શું છે?
લોસ એન્જલસમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા અને પ્રદર્શનોનો દોર ચાલુ છે. આ હિંસાનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દ્વારા શરૂ કરાયેલી ઈમિગ્રેશન રેઈડ્સ છે, જેનો હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરોની ધરપકડ કરવાનો છે. આ રેઈડ્સનો સ્થાનિક લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ રેઈડ્સના વિરોધમાં શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં હિંસક પ્રદર્શનો કર્યા, જેમાં ઘણી જગ્યાએ આગજનીની ઘટનાઓ પણ બની. આ ઉપરાંત, પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો, વાહનોને આગ લગાડી અને દુકાનોમાં લૂંટફાટ કરી.

ટ્રમ્પનો આકરો ઓર્ડર
આ હિંસા પર નિયંત્રણ મેળવવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ સૈનિકો અને 700 મરીન્સને લોસ એન્જલસમાં તૈનાત કર્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓએ હિંસા ચાલુ રાખી, તો તેઓ 1807ના ઈન્સરેક્શન એક્ટનો ઉપયોગ કરી શકે છે, જે તેમને સૈન્ય દળોને વધુ સક્રિય રીતે ઉપયોગ કરવાની સત્તા આપે છે. ટ્રમ્પે કહ્યું, "ગઈ રાત હતી ભયંકર, તેની અગાઉની રાત પણ ભયંકર હતી. જો આવું જ ચાલુ રહ્યું, તો અમે સમાન કે તેનાથી વધુ બળનો ઉપયોગ કરીશું."

કેલિફોર્નિયા ગવર્નરનો વિરોધ
ટ્રમ્પના આ પગલાંનો કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે સખત વિરોધ કર્યો છે. ન્યૂસમે ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેઓ હિંસાને ભડકાવી રહ્યા છે અને શહેરોને સૈન્ય છાવણીમાં ફેરવી રહ્યા છે. ન્યૂસમે ટ્રમ્પના આ પગલાંને "ગેરકાયદે" ગણાવ્યા અને કહ્યું કે આ એક રાષ્ટ્રપતિની નહીં, પરંતુ એક તાનાશાહની કાર્યવાહી છે. ન્યૂસમે જણાવ્યું કે તેમણે વ્હાઈટ હાઉસને નેશનલ ગાર્ડની તૈનાતી પાછી ખેંચવા અને રાજ્યને નિયંત્રણ સોંપવા માટે ઔપચારિક વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી કે આ તૈનાતીથી તણાવ વધુ વધશે. ન્યૂસમે ટ્રમ્પ વહીવટ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
લોસ એન્જલસ પોલીસે જણાવ્યું કે સોમવારથી મંગળવાર સુધી ચાલેલા પ્રદર્શનોમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 96 લોકો સામે વિખેરાઈ જવાનો આદેશ ન માનવાનો આરોપ છે, જ્યારે એક વ્યક્તિ પર હિંસક હથિયારથી હુમલો, એક પર ધરપકડનો વિરોધ અને બીજા એક પર તોડફોડનો આરોપ છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video