મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.તેમની સાથે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ પોલીસ, મહાનગરપાલિકા તથા આઈ.સી.ટી. ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.
કેરલમમાં ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય તોફાન: CM અને DyCMનો સંયુક્ત પ્રહાર






