Home Gujarat Big News Came Out Regarding Asarams Bail Application

આશારામની જામીન અરજીને લઈ મોટા સમાચાર આવ્યા સામે : 30 જૂને આશારામના જામીન પૂરા થાય તે પહેલા જામીન લંબાવવા હાઈકોર્ટમાં અરજી

આશારામની જામીન અરજીને લઈ મોટા સમાચાર આવ્યા સામે
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 02:33 PM IST

આશારામને સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપસર ગાંધીનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. ત્યારે તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31મી માર્ચ સુધી તબીબી કારણોસર આસારામના વચગાળાના જામીન આપ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે આશારામની અરજી ઉપર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

હવે આશારામ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે મુજબ આશારામ વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવશે. આ મુદ્દે વધુ સુનવણી આગામી સમયમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે આશારામના પુત્ર નારાયણ સાંઈને જોધપુર ખાતે આસારામને ખાતે મળવા જવા 05 દિવસના હંગામી જામીન આપતો હુકમ સોમવારે પસાર કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now