અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક "નઈ ઉમ્મીદ યોજના" થકી જેલમાં રહેલા કેદીના બાળકોના ભણતર અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કેદીના બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવો છે. રાજ્યની વિવિધ જેલોમાં રહેલા 38 બાળકો જેમણે વર્ષ 2025માં ધોરણ 10, 12 અથવા ઉચ્ચ અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરી હોય તેઓના સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ બાળકો પોતાના પિતાઓના ગુનાઓથી નથી ઓળખાતા, તેઓ હવે પોતાની કાબિલિયતથી ઓળખાવા માંગે છે. આ કાર્યક્રમ થકી બાળકોને નવી ઓળખ મળશે.પ્રતિબદ્ધતા અને સપનાઓની સાથે ભણતર કરનારા આ બાળકોને રાજ્યના જેલ વડા ડૉ. કે.એલ.એન. રાવન હસ્તે રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વડોદરા અને અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષકો, અધિકારીઓ, જેલ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બંદીઓ એ પણ ભાગ લીધો હતો. ડૉ.રાવ કહ્યું કે, આ બાળકોના પિતાઓ જેલમાં છે એ સજાની વાત છે, પરંતુ એ બાળકોનો ભવિષ્ય જળવાય તે સમાજની Collective જવાબદારી છે. ભવિષ્યમાં સિવિલ સર્વિસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થનાર બંદીવાનોના બાળકોને પણ પુરસ્કાર આપવામાં આવશે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






