Home Gujarat 12 Accused Of Gang Manufacturing Duplicate Gold Arrested In Surat

નકલી GOLD બનાવતી ગેંગનો પર્દાફાશ : સુરતમાં ડુપ્લિકેટ સોનું બનાવતી ગેંગના 12 આરોપીઓની ધરપકડ

નકલી GOLD બનાવતી ગેંગનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 01:32 PM IST

સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે જણાવ્યા પ્રમાણે ઉત્રાણ પોલીસ મથકના વિસ્તારમાં વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીના એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચાલતું હતું. આરોપી સોનાના ચેઈનના હુકમાં 23% સોનું ઉમેરી દાગીના બનાવી તેના પર હોલમાર્કનો સિક્કો લગાડી વેચાણ કરતા હતા. મળતી માહિતી અનુસાર આ કારખાનું છેલ્લા બે વર્ષથી ચાલતું હતું.

આરોપી જ્વેલર્સની દુકાન પર ચેઈન વેચવા જતા તે સમયે જ્વેલર્સના માલિકને શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now