Home Gujarat Youth Made A Video Of Yamraj Se Yaari Sitting In Psis Chair Will Rander Police Take Action

સુરત પોલીસ સ્ટેશનમાં ફોટોશૂટ! : યુવકે PSIની ખુરશીમાં બેસી 'યમરાજ સે યારી'નો વીડિયો બનાવ્યો, રાંદેર પોલીસ કાર્યવાહી કરશે?

સુરત પોલીસ સ્ટેશનમાં ફોટોશૂટ!
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 01:18 PM IST

સુરતમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી રહ્યો છે અને પૃષ્ઠભૂમિમાં 'યમરાજ સે અપની યારી હે' ગીત વાગી રહ્યું છે. આ ઘટનાએ પોલીસ તંત્રની ગંભીરતા અને કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા યુવકનું નામ ભોલા ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ તે રાંદેર પોલીસ મથકમાં કલરકામ કરવા માટે આવ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને તેણે પોલીસ અધિકારીની ખુરશી પર બેસીને ફોટો અને વીડિયો બનાવ્યો. આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર મૂકતા તે ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.

આવી હરકતો પોલીસ સ્ટેશનની ગંભીરતા અને શિસ્તબદ્ધતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. પોલીસ મથક એ કાયદો અને સુલેહ-શાંતિ જાળવવાનું સ્થળ છે, કોઈ મનોરંજન માટેનું પ્લેટફોર્મ નથી. એક સામાન્ય નાગરિક જે કલરકામ કરવા આવ્યો હતો, તે આટલી હદે મનમાની કરી શકે તે બાબત સુરક્ષાની બેદરકારી સૂચવે છે.

હવે જોવાનું એ રહેશે કે રાંદેર પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે. આ વીડિયો કાયદાનું ઉલ્લંઘન હોવા છતાં, પોલીસ તંત્ર આવા કૃત્ય કરનાર સામે કડક પગલાં ભરશે કે નહીં, તે સમય જ કહેશે. આવા કિસ્સાઓ સમાજમાં ખોટો સંદેશો ફેલાવે છે કે પોલીસની ગંભીરતાને હળવાશથી લઈ શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now