Home Gujarat Youth Falls Into Borewell Near Kukma Kutch

કચ્છના કુકમા નજીક બોરવેલમાં પડ્યો યુવક : 9 કલાકનું રેસ્ક્યુ, આખરે યુવકે જિંદગીની જંગ હાર્યો

કચ્છના કુકમા નજીક બોરવેલમાં પડ્યો યુવક
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 08:27 AM IST

Kutch Borewell Disaster : કચ્છ જિલ્લાના કુકમા ગામ નજીક આજે એક હૃદયવિધારક ઘટના સામે આવી છે. બોરવેલમાં પડેલા 18 વર્ષીય યુવકનો 9 કલાકના સતત રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ મળી આવ્યો છે. ઝારખંડનો યુવક વાડી વિસ્તારમાં કામ કરતો હતો અને અકસ્માતે બોરવેલમાં પડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

રાતભર ભારે મહેનત છતાં...

ઘટના બાદ તરત જ ફાયર વિભાગ, પોલીસ, આર્મી તેમજ સ્થાનિક લોકો રેસ્ક્યુ માટે એકત્રિત થઈ ગયા હતા. યુવક સુધી પહોંચી તેને બચાવી શકાય તે માટે રાતભર ભારે મહેનત છતાં પરિસ્થિતિ ગંભીર બની રહી હતી.

બોરવેલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

લાંબા સમય સુધી ચાલેલા બચાવ પ્રયાસો બાદ વહેલી સવારે લગભગ 4 વાગ્યે બોરવેલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બોરવેલની સુરક્ષા અને ખુલ્લા બોરવેલોના બિનજવાબદાર સંચાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ