Home Gujarat Youth Dies After Being Hit By Brts Bus In Khodiyarnagar

ખોડિયારનગરમાં BRTS બસે યુવકને ટક્કર મારતાં મોત : ટ્રેક પાર કરતાં યુવકને અડફેટે લીધો, UPથી રોજગારી માટે અમદાવાદ આવ્યો હતો

ખોડિયારનગરમાં BRTS બસે યુવકને ટક્કર મારતાં મોત
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 04:26 AM IST

અમદાવાદ શહેરમાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં ખોડિયારનગર વિસ્તારમાં BRTS બસે એક યુવકને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટના મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી ફુલેન્દ્ર પ્રસાદ (ઉંમર 29 વર્ષ) રોજગારી માટે અમદાવાદ આવ્યો હતો.

ફુલેન્દ્રને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા

મૃતક યુવક પોતાના ભાઈ સાથે શ્રમિક તરીકે કામ કરતો હતો. ગઈકાલે રાત્રે ફુલેન્દ્ર પોતાના મિત્ર સાથે શાકભાજી લેવા માટે બહાર ગયો હતો. તે સમયે ખોડિયારનગર વિસ્તારની BRTS ટ્રેક પાર કરતાં અચાનક પૂરપાટ ઝડપે આવતી BRTS બસે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ફુલેન્દ્રને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસે તપાસ હાથધરી

ઈજાઓ ગંભીર હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત પછી સ્થળ પર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

લોકોમાં શોક છવાયો

ફુલેન્દ્ર પ્રસાદનો મોતથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં શોક છવાયો છે. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે BRTS ટ્રેક પર રાહદારીઓ માટે પૂરતી સલામતી વ્યવસ્થા ન હોવાથી આવા અકસ્માતો બને છે અને તંત્રએ આ મુદ્દે તાત્કાલિક પગલા લેવા જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ