Palitana News: ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ એક વ્યક્તિએ ટોયલેટમાં જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, યોગેશભાઈ, જે જૈન સમાજના સભ્ય હોવાનું કહેવાય છે, તેમને ગઈકાલે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી, તે દરમિયાન યોગેશભાઈ ટોયલેટમાં ગયા અને ત્યાં અનાજમાં નાખવાની ટિકડીયો ગટગટાવી લીધી હતી.
થોડી જ વારમાં યોગેશભાઈ પોલીસ સ્ટેશનમાં ઢળી પડતા, પોલીસકર્મીઓએ તરત જ તેમને પાલીતાણા હોસ્પિટલ ખસેડ્યા. હોસ્પિટલમાં તેમની તબિયત વધુ બગડતા, ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન યોગેશભાઈનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ બાદ મૃતકની ડેડબોડી પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે, જ્યાં જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના PI પણ ભાવનગર હોસ્પિટલ પહોંચી ગયા છે.
બનાવ બાદ મૃતકની ડેડબોડી પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે, જ્યાં જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના PI પણ ભાવનગર હોસ્પિટલ પહોંચી ગયા છે.
અમદાવાદના આઘેડે ઝેરી દવા પીધીને ઢળી પડ્યા
મળતી માહિતી મુજબ, અમદાવાદના રહેવાસી જૈન યોગેશભાઈ દેવચંદભાઈ ડેઢિયા (ઉં.વ. 53) એ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ (27 નવેમ્બર) ના રોજ અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. યોગેશભાઈ દ્વારા અગાઉ શેત્રુંજય ડુંગર ઉપર આરતીમાં ઘીના ઘડાની બોલી લગાવેલી હોઈ, જેમાં 11 લાખ જેટલી રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમા કરાવવાની હતી, પરંતુ એ રકમ જમા ન કરાવતાં પેઢી દ્વારા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ સામે અરજી દાખલ કરી છે. એ અરજીના કામે યોગેશભાઈને પાલિતાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા.
આધેડે પાલિતાણા પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં જઈને અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી અને તેઓ ઢળી પડ્યા હતા, જ્યાં તેમને પ્રથમ સરકારી દવાખાના ખાતે સારવારમાં લઈ જતાં ત્યાંથી ડોક્ટર દ્વારા રીફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરતાં ગઈ રાત્રિ(27 નવેમ્બર)ના 10.30 વાગ્યે મૃત્યુ થયું હતું, જેથી આજે આધેડના મૃતદેહને પીએમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.






