Home Gujarat Youth Attacked With Sharp Weapon In Bhavnagar Over Money Transaction Disputer

ભાવનગરમાં પૈસાની લેણ-દેણનો વિવાદ બન્યો જીવલેણ : 4 શખ્સોએ તીક્ષણ હથિયારથી કરી યુવકની હત્યા, પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

ભાવનગરમાં પૈસાની લેણ-દેણનો વિવાદ બન્યો જીવલેણ
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 11:03 AM IST

murdered in Bhavnagar: ભાવનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી, ચાર શખ્સોએ યુવક પર હુમલો કરી તેની હત્યા કરી દીધી છે. પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવક પર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, મૃતક યુવકનું નામ મોહિત ટેભાણી છે, જે કરચલીયા પરા વિસ્તારમાં જ રહેતો હતો.

ધારદાર હથિયારથી મોહિત પર હુમલો

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ચાર શખ્સો મોહિતને મળવા આવ્યા હતા અને અચાનક તેની સાથે ઝઘડો થતાં તેમણે ધારદાર હથિયારથી મોહિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં મોહિતને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો.

કાકા મહેશભાઈ ટેભાણીએ ફરિયાદ નોંધાવી

મૃતક મોહિતના કાકા મહેશભાઈ ટેભાણીએ ભાવનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ હત્યા પૈસાની લેણ-દેણના જૂના વિવાદને લીધે કરવામાં આવી છે. ફરિયાદમાં તેમણે ચાર આરોપીઓના નામ આપ્યા છે

ચાર આરોપીઓ

કાનજી ઉર્ફે કાનો બારૈયા

કિશન ઉર્ફે કાળો કોથમરી

રામ ઉર્ફે કાળીયો

આર્યન બારૈયા

પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવા પોલીસે વિવિધ ટીમો રચી ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસ પાસે લોકો ઝડપી ધરપકડની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ