Home Gujarat Young Man Tragically Dies Due To Lightning Strike In Banaskantha

બનાસકાંઠામાં વીજળી પડવાથી યુવકનું કરુણ મોત : પરિવાર પર આભ તૂટી પડ્યું

બનાસકાંઠામાં વીજળી પડવાથી યુવકનું કરુણ મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 10:19 AM IST

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાપાદર ગામમાં દુઃખદ ઘટના બની હતી. વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક યુવકનું નામ નરેશ ઠાકોર હતું. જેની ઉંમર 30 વર્ષ હતી. તે મૂળ સુઈગામ તાલુકાના મામણા ગામનો વતની હતો અને ખીમાણાપાદર ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો.

પરિવાર પર આભ તૂટી પડ્યું

વરસાદી માહોલમાં અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો. તેના અચાનક અવસાનથી તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું..

નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો

આજે વરસાદી માહોલ દરમિયાન અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો. તેના અચાનક અવસાનથી તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now