Home Gujarat Young Man Ended His Life By Jumping Into The Sabarmati River Of Ahmedabad

સાબરમતીમાં ઝંપલાવી યુવકે ટૂંકાવ્યું જીવન : શા માટે મિત્રો જ બની ગયા હતા જીવના દુશ્મન?

સાબરમતીમાં ઝંપલાવી યુવકે ટૂંકાવ્યું જીવન
Published by: OBS Bureau
Last Updated: Apr 26, 2025, 06:15 PM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મિત્રોના ત્રાસથી એક યુવકે કંટાલી સાબરતમીમાં કુદીને આપઘા કર્યો હોવાની ઘટના સામે આવી છે. દાણીલીમડામાં રહેતા યુવકને દેવુ થઇ જતા મિત્રને ત્યાં બાઇક ગિરવે મૂકીને રૂપિયા લીધા હતા. જે બાદ રૂપિયા પરત ના આપતા મિત્ર અવારનવાર ધમકી આપીને માંગણી કરતો હતો. તેમજ યુવકે બીજા મિત્ર પાસેથી રૂપિયા લઇને શેરબજારમાં રોકાણ કર્યુ પરંતુ ત્યાં નુકસાન થતા મિત્રે રૂપિયાની માંગણી કરીને ધમકી આપતો હતો. જેથી કંટાળીને યુવકે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના ભાઇએ બંને શખ્સો સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

દાણીલીમડામાં રહેતા મોહમંદ આફતાબ શેખ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેમના નાનાભાઇ 23 વર્ષીય મોહંમદ મેહતાબે ગત 11 એપ્રિલે જમાલપુર ફુલબજાર સરદારબ્રિજ નીચે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. તે અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. જે બાદ આફતાબને હકીકત જાણવા મળી હતી કે મેહતાફને દેવુ થઇ જતા તેને બાઇક એક વ્યક્તિના ત્યાં ગિરવે મૂકી હતી. તે છોડાવવા જૂન 2023માં મિત્ર દિલશાદ શેખ પાસેથી રૂ. 30 હજાર લીધા હતા. ત્યારે પાંચ મહિના પહેલા હપ્તા ન ભરતા બાઇક સીઝ થયુ હતુ. જેમાં દિલશાદે બાઇક છોડાવ્યુ હતુ. આમ દિલશાદ કુલ રૂ. 44 હજારની માંગણી અવારનવાર મેહતાબ પાસે કરતો હતો.

તેમજ બે મહિના મેહતાફે બે મહિના પહેલા રેહાન દિવાન પાસેથી રૂપિયા લઇને શેરબજારમાં રોકાણ કર્યુ હતુ. જેમાં નુકસાન થતા રેહાને કુલ રૂ. 59 હજારની અવારનવાર મેહતાબ પાસે માંગણી કરીને ધમકાવતો હતો. બાદમાં બંનેએ મેહતાબને રિવરફ્રન્ટ પર બોલાવીને રૂપિયા માટે ધમકાવીને માંગણી કરતા હતા. જેથી કંટાળીને મેહતાફે આપઘાત કર્યો હતો. આ અંગે આફતાબે દિલશાદ અને રેહાન સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now