Home Gujarat Ahmedabad Ahmedabad Rural Md Drugs Seizure Sanand Sog Action

સાણંદમાં સતત બીજા દિવસે ડ્રગ્સનું નેટવર્ક : વિચાર્યું ન હોય ત્યાંથી SOG એ શોધી કાઢ્યું મેફેડ્રોન!

સાણંદમાંથી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 01:04 PM IST

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા પ્રસાર સામે એસઓજી (SOG)એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સાણંદ તાલુકાના લોદરીયાળ ગામ નજીક ડેલાવાસ વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીને મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી નરેશ ઉર્ફે ગોપાલ કોળી પટેલના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. FSL ની હાજરીમાં તપાસ કરતાં આ પદાર્થ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ 64 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજે ₹1.92 લાખ થાય છે.

આ ઉપરાંત, પોલીસે એક મોબાઈલ ફોન, એક વજન કાંટો અને ઝીપર બેગ સહિત કુલ ₹1,97,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ ડ્રગ્સનો સંગ્રહ કરીને તેનો વેચાણ કરીને આર્થિક લાભ મેળવતો હતો.

આ પણ વાંચો: Sanand Drug Racket : કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાન કનેક્શન સાથે 4 શખ્સો પોલીસ સકંજામાં

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ મામલે ચાંગોદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ ચાંગોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now