Home Gujarat Vadodara Vadodara Municipal Election Congress Candidate Urmila Parmar Withdraws

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં અચાનક વળાંક : કોંગ્રેસની ઉમેદવાર ઉર્મિલાબેન પરમારે પાછી ખેંચી ઉમેદવારી, રાજકીય વર્તુળોમાં ચર્ચા

ઉર્મિલાબેન પરમાર
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 07, 2026, 02:56 PM IST

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તે પૈકી વોર્ડ નંબર 8 ના એક મહિલા ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓના અરમાનો પર પાણી : ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડનો મોટો નિર્ણય, જાણો ચૂંટણીમાં કોને-કોને નહીં અપાય ટિકિટ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ 18 જેટલા મજબૂત ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે, આ યાદી જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ વોર્ડ નંબર 8 માં સમીકરણો બદલાયા છે. વોર્ડ નંબર 8 ના મહિલા ઉમેદવાર ઉર્મિલાબેન પરમારે અચાનક જ ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: "ભૂષણ ભટ્ટને પોતાના પુત્ર માટે ટિકિટ જોઈએ છે એટલે હવાતિયાં મારે છે" : "ખાડિયા પાકિસ્તાન બની જશે" નિવેદન પર ખેડાવાલાનો વળતો જવાબ

ઉર્મિલાબેને પોતાની દાવેદારી પરત ખેંચવા પાછળ અંગત અને પારિવારિક કારણો જવાબદાર ગણાવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉર્મિલાબેનના સસરાનું દુઃખદ અવસાન થતા, પરિવાર પર આવી પડેલી આ આફતને પગલે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં વિગતવાર માહિતી આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now