Xiaomi 17T : ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ ટેક માર્કેટમાં ધમાકો કરતાં પોતાનો નવો સ્માર્ટફોન Xiaomi 17T ઓસ્ટ્રિયામાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન પાવરફૂલ બેટરી અને ઉત્તમ કેમેરા ક્વોલિટી સાથે આવે છે. કંપનીએ આ ફોનમાં મોડર્ન ફીચર્સ આપ્યા છે, જે યુઝર્સને ખૂબ જ ગમશે. જાણો આ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી.
Xiaomi 17T ની કિંમત
Xiaomi 17T ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 749.99 (આશરે રૂ. 83,500) અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 799.99 (આશરે રૂ. 89,070) છે. Xiaomi 17T Violet, Opal White, Blue અને Black કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન યુરોપ અને યુકેના ઘણા દેશોમાં વેચાણ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.
Redmi Turbo 5 માં મળશે બે દિવસ સુધી ચાલતી મોટી બેટરી: માત્ર બેટરી નહીં, આ 5 કારણો ફોનને બનાવે છે ખાસ!
Xiaomi 17T ની ડિસ્પ્લે અને બેટરી
Xiaomi 17T માં 6.59-ઇંચની 1.5K OLED ડિસ્પ્લે છે જે 2756x1268 પિક્સેલ રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ, 3200Hz/3500Hz ઇન્સ્ટન્ટ સેમ્પલિંગ રેટ, 3500 nits સુધી પીક બ્રાઇટનેસ અને HDR10+ સપોર્ટ ધરાવે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i દ્વારા સુરક્ષિત છે. 17T માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 8500-અલ્ટ્રા 4nm ચિપસેટ છે જેમાં ARM Mail-G720 MC8 GPU છે. ફોનમાં 12GB LPPDDR5X RAM અને 256GB/512GB બિલ્ટ-ઇન સ્ટોરેજ છે. તે Android 16 પર બેસ્ડ Xiaomi Hyper OS 3 પર ચાલે છે. તે ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68 રેટેડ છે. 17T માં 6500mAh બેટરી છે જે 67W હાઇપરચાર્જને સપોર્ટ કરે છે.
Xiaomi નો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ભારતમાં એન્ટ્રી માટે તૈયાર: ગેમિંગથી લઈને ફોટોગ્રાફી સુધી, જાણો આ નવા ફોનની ખાસિયત
Xiaomi 17T નું કેમેરા સેટઅપ અને ફીચર્સ
કેમેરા સેટઅપની વાત કરીએ તો, 17T માં f/1.7 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/3.0 અપર્ચર સાથે 12mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને f/3.0 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો 5x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, USB ટાઇપ-C પોર્ટ, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, GPS અને NFC નો સમાવેશ થાય છે. પરિમાણોની વાત કરીએ તો, 17T ની લંબાઈ 157.6 mm, પહોળાઈ 75.2 mm, જાડાઈ 8.17 mm અને વજન 200 ગ્રામ છે.





