Home Tech/Gadgets Xiaomi 17t India Launch Price Features Gujarati

Xiaomi નો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ભારતમાં એન્ટ્રી માટે તૈયાર : ગેમિંગથી લઈને ફોટોગ્રાફી સુધી, જાણો આ નવા ફોનની ખાસિયત

Xiaomi 17T
Published by: Aryan Shah
Last Updated: May 28, 2026, 10:27 AM IST

Xiaomi : સ્માર્ટફોનની દુનિયામાં જાણીતું નામ Xiaomi ભારતમાં પોતાની નવી અને દમદાર સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. આ નવી સિરીઝના સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ સાથે આવશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર આ સિરીઝના બેઝ મોડલ Xiaomi 17T માટે એક ખાસ માઇક્રોસાઇટ પણ લાઇવ કરી દેવામાં આવી છે. આ ફોનના મુખ્ય ફીચર્સ અને કિંમત વિશેની કેટલીક વિગતો લીક થઈ છે, જેનાથી ટેક માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોન્ચિંગ ડેટ અને કિંમત

Xiaomi આ નવી સ્માર્ટફોન સિરીઝને 28 મે ગુરુવારના રોજ રજૂ કરવા જઈ રહી છે. જોકે, ભારતીય યુઝર્સ માટે આ સિરીઝનું બેઝ મોડલ Xiaomi 17T આગામી 4 જૂનના રોજ ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો, ભારતમાં Xiaomi 17T ની અંદાજિત કિંમત ₹69,000 થી ₹72,000 ની વચ્ચે હોઈ શકે છે.

પાવરફુલ પ્રોસેસર અને સ્ક્રીન

Xiaomi 17T સ્માર્ટફોનમાં 4nm આર્કિટેક્ચર પર બનેલું ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 8500 અલ્ટ્રા ચિપસેટ આપવામાં આવશે, જે યુઝર્સને શાનદાર સ્પીડ અને પરફોર્મન્સ આપશે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લેમાં હોલ-પંચ કટઆઉટ જોવા મળશે. આ ઉપરાંત, કંપનીનો દાવો છે કે, આ ડિસ્પ્લેને આંખોની સુરક્ષા માટે TUV Rheinland લો બ્લુ લાઈટ, ફ્લિકર-ફ્રી અને સિરકેડિયન-ફ્રેન્ડલી સર્ટિફિકેટ્સ મળેલા છે.

15 હજારથી ઓછામાં કયો 5G ફોન સૌથી બેસ્ટ?: Lava, Redmi અને Realme ના આ સ્માર્ટફોનમાં છે જબરદસ્ત ફીચર્સ!

કેમેરા અને શાનદાર બેટરી

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં Leica-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળશે. જેમાં 50mp નો લાઇટ ફ્યુઝન 800 મુખ્ય કેમેરો અને 50mp નો ટેલિફોટો કેમેરો હોઈ શકે છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 32mp નો કેમેરો મળવાની સંભાવના છે. પાવર બેકઅપ માટે, આ ફોનમાં 6500mAh ની મોટી સિલિકોન કાર્બન બેટરી હશે, જે 67 વોટના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

સિરીઝનો પ્રો મોડલ

આ જ સિરીઝમાં કંપની Xiaomi 17T Pro સ્માર્ટફોન પણ લાવશે. જેમાં વધુ શક્તિશાળી ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ અને 7000mAh ની વિશાળ સિલિકોન કાર્બન બેટરી મળશે. કંપનીનો દાવો છે કે આ પ્રો મોડલ એક સિંગલ ચાર્જ પર સતત 9.5 કલાક સુધી વીડિયો રેકોર્ડિંગ કરી શકશે. જોકે આ મોડલની કિંમત અને કેમેરા વિશે વધુ વિગતો હજુ સામે આવી નથી.

Foldable iPhone માટે જોવી પડશે વધુ રાહ: iPhone 18 Pro પછી Apple લાવી શકે છે iPhone Ultra

Xiaomi ની નવી વ્યૂહરચના

Xiaomi એ હાલમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ભારતના મિડ-પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ (₹35,000 થી ₹50,000 ની કિંમત) માં તેના વેચાણમાં અંદાજે 212 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. કંપનીએ વધુ ફોન લોન્ચ કરવાને બદલે ક્વોલિટી અને મૂલ્ય (વેલ્યુ) ને પ્રાથમિકતા આપવાની નવી વ્યૂહરચના અપનાવી છે અને આ નવી સિરીઝ પણ આ જ દિશામાં એક મોટું કદમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now