દિલ્હી NCR વાયુ પ્રદૂષણનાં કારણે ફટાકડા પર પ્રતિબંધ 3-4 મહિના સુધી મર્યાદિત કરવાનો ઈનકાર કર્યો છે. કારણ કે ધૂપદાણીઓ વધુ પ્રદુષણનું કારણ બને છે તેવું અરજદારે જણાવતાં કોર્ટે અરજદારને ખખડાવી નાખી સામો સવાલ કર્યો કે શું તમે ઘરે ફટાકડા ફોડો છો! સમગ્ર દલિલો દરમ્યાન કોર્ટરૂમનો માહોલ ગરમાઈ ગયો હતો.
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વર્ષભર ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા પોતાના આદેશમાં ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે. ફટાકડા બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે તેઓ દિવાળીની આસપાસનાં મહિનાઓ દરમિયાન પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા નથી, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું હતું કે જો બાકીના સમય દરમિયાન ફટાકડા વેચવાની મંજૂરી આપવામાં આવે તો લોકો તેનો સ્ટોક કરશે.
ફટાકડા બનાવતી કંપનીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ગુણવત્તા સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે. લીલા ફટાકડા જૂના ફટાકડા કરતાં 30 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની બેન્ચ આ દલીલથી સહમત ન હતી. તેમણે કહ્યું કે જ્યારે કંપનીઓ વધુ સંશોધન કરે છે. જ્યારે તેઓ ફટાકડાથી થતા પ્રદૂષણને ન્યૂનતમ સ્તર સુધી ઘટાડવામાં સફળ થાય, ત્યારે અરજી દાખલ કરો.
અરજદારની વિચિત્ર દલીલો
મુકેશ જૈન નામના વ્યક્તિી કે જેણે IIT માં અભ્યાસ કર્યા પછી પ્રદૂષણના મુદ્દાઓના નિષ્ણાત હોવાનો દાવો કરનાર આ અરજદારની દલીલોથી ન્યાયાધીશ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જણાવ્યું કે ફટાકડા હવાને શુદ્ધ કરવામાં ફાળો આપે છે. તેમણે ફટાકડાની સરખામણી ઘરમાં સળગાવેલા અગરબત્તી સાથે પણ કરી. આના પર ન્યાયાધીશોએ પૂછ્યું કે શું તે અગરબત્તી અને ફટાકડા વચ્ચેનો તફાવત સમજી શક્યો નથી? શું તે ઘરે પણ ફટાકડા ફોડી શકે છે?
નક્સવાદીઓ સાથેનું કનેક્શન
અરજદાર અહીં અટક્યા નહીં. તેમણે ૧૯૮૦ના દાયકામાં પ્રદૂષણ પર અરજી દાખલ કરનારા એમસી મહેતા, પર્યાવરણીય મુદ્દાઓ પર સંશોધન કરતી સંસ્થાઓ અને ભારત વિરોધી વિદેશી સંગઠનો પાસેથી ભંડોળ લેવાના કેસમાં કોર્ટને મદદ કરતા વકીલો પર પણ આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે નક્સલવાદીઓને મદદ કરતી વિદેશી સંસ્થાઓ પણ આ લોકોને કરોડોનું દાન આપી રહી છે.
સુપ્રીમ કોર્ટે પાયાવિહોણી દલીલો ગણાવ
આખરે બેન્ચે મુકેશ જૈનની અરજી ફગાવી દીધી. જસ્ટિસ ઓકાએ કહ્યું કે અરજદારને આવા પાયાવિહોણા આરોપો લગાવવા બદલ દંડ થઈ શકે છે, પરંતુ તેણે પહેલી વાર આવું કામ કર્યું હોવાથી, અમે દંડ લાદી રહ્યા નથી.





