Home International Iran Us Israel War Live Updates Dubai Oil Tanker Hit Drone Fire Middle East

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ : દુબઈના કિનારે ઓઈલ ટેન્કર પર ઈરાનનો ડ્રોન હુમલો, રહેણાંક વિસ્તારમાં પડતા 4 ઘાયલ

Oil tanker Dubai hit Iranian strike
Published by: Nirali Gohil
Last Updated: Mar 31, 2026, 04:29 AM IST

Iran-US-Israel War: પશ્ચિમ એશિયામાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. દુબઈના દરિયાકાંઠે એક ક્રૂડ ઓઈલ ટેન્કર પર ઈરાની ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ટેન્કરમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાની સાથે જ દુબઈના રહેણાંક વિસ્તારમાં તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ પડતા ચાર લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

દુબઈ પર ડ્રોનનો કહેર: ટેન્કર સળગ્યું અને રહેણાંક વિસ્તારોમાં ફફડાટ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગ રૂટ્સ સીધા નિશાના પર છે. દુબઈના કિનારા પાસે ઉભેલા એક તેલના ટેન્કર પર ઈરાન દ્વારા કથિત રીતે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ હુમલાએ વૈશ્વિક તેલ બજારમાં ચિંતા વધારી દીધી છે. આ સિવાય, દુબઈના અલ બદા વિસ્તારમાં એક અન્ય ઘટનામાં, સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવેલા ઈરાની ડ્રોનનો કાટમાળ એક મકાન પર પડ્યો હતો, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કરી દીધું છે કે, વ્યૂહાત્મક રીતે મહત્વનો એવો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) શિપિંગ રૂટ ગમે તે ભોગે ખુલ્લો રાખવામાં આવશે. તેમણે કહ્યું કે કાં તો ઈરાને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું પડશે અથવા સંયુક્ત આંતરરાષ્ટ્રીય સૈન્ય કાર્યવાહી દ્વારા આ માર્ગ ખોલવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે જો હોર્મુઝનો માર્ગ બંધ રહેશે, તો અમેરિકા ઈરાનના ઓઈલ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સીધું નિશાન બનાવશે.

આ પણ વાંચો: ઈરાન સામેની જંગમાં નવો વળાંક : 'જ્યાં સુધી ઈરાન હારે નહીં, ત્યાં સુધી હુમલા રોકશો નહીં', ખાડી દેશોનો ટ્રમ્પને ગુપ્ત સંદેશ

યુદ્ધનો વ્યાપ વધ્યો: ઈરાક અને લેબનોનમાં હુમલા

યુદ્ધ હવે માત્ર ઈઝરાયેલ અને ઈરાન પૂરતું મર્યાદિત રહ્યું નથી. અમેરિકી અને ઈઝરાયેલી દળોએ ઈરાક સ્થિત અનેક સૈન્ય મથકો પર એરસ્ટ્રાઈક કરી છે. બીજી તરફ, દક્ષિણ લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષકો (Peacekeepers) ના પણ મોતના સમાચાર છે, જે દર્શાવે છે કે આ સંઘર્ષ હવે પ્રાદેશિક સીમાઓ ઓળંગી રહ્યો છે.

કૂટનીતિક દાવપેચ: ટ્રમ્પની આરબ દેશો પાસે ફંડની માંગ

ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ઘાલીબાફ સાથે વાતચીત કરી રહ્યા છે અને આવનારા એક સપ્તાહમાં આ મંત્રણાની દિશા સ્પષ્ટ થશે. જોકે, ઈરાને કોઈપણ સીધી વાતચીતનો ઈનકાર કર્યો છે. દરમિયાન, વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ ટ્રમ્પ આ યુદ્ધ માટે આરબ દેશો પાસેથી આર્થિક મદદ (Financial Contribution) માંગી શકે છે, જેથી અમેરિકા પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે.

મીડિયાનો અવાજ નહીં દબાય: ઈરાનનું નિવેદન

ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહાજેરાનીએ પત્રકારો અને શૈક્ષણિક સંસ્થાઓ પરના હુમલાની ટીકા કરતા કહ્યું કે, "જ્યારે પેન અને જ્ઞાન પર હુમલો થાય છે, ત્યારે સમજવું કે જાગૃતિને ખતરો માનવામાં આવી રહી છે. મીડિયાનો અવાજ દબાવી શકાશે નહીં, સત્યનો વિજય થશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,