Gotthard Base Tunnel: દુનિયાની સૌથી લાંબી રેલવે સુરંગ: જ્યારે રેલ નેટવર્કની વાત આવે છે, ત્યારે અમેરિકા, ચીન, રશિયા અને ભારત વિશ્વના ટોચના 4 દેશોમાં ગણાય છે. પરંતુ, રસપ્રદ વાત એ છે કે સૌથી લાંબી રેલવે સુરંગનો તાજ આમાંથી કોઈની પાસે નથી. 57 કિલોમીટર લાંબી પહાડી સુરંગ સાથે સ્વિટ્ઝરલેન્ડ આ બાબતમાં સ્પષ્ટ વિજેતા બનીને ઉભરી આવ્યું છે. જોકે, શું તમે જાણો છો કે સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત ગોથાર્ડ બેઝ ટનલ (Gotthard Base Tunnel)ને હવે 27 અબજ ડોલરનો નવો પડકાર મળવા જઈ રહ્યો છે?
દુનિયાની સૌથી લાંબી સુરંગ
)
આ વર્ષે માર્ચમાં જર્મનીની હેરેનક્નેક્ટ ફેક્ટરીમાં અસામાન્ય હલચલ જોવા મળી હતી. પ્રસંગ હતો લિયોન-ટ્યુરિન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના ઇટલીના ભાગ માટે તૈયાર કરાયેલ બે મુખ્ય ટનલ બોરિંગ મશીનો (TBMs) માંથી એકના અનાવરણનો. આ મશીન અહીં મોન્ટ સેની બેઝ ટનલ (Mont Cenis Base Tunnel) નું ખોદકામ શરૂ કરશે. આ ઇટલી અને ફ્રાન્સ વચ્ચે સૂચિત સરહદ પારના રેલવે પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. નિર્માણ પૂર્ણ થયા પછી, આ ટનલ વિશ્વની સૌથી લાંબી સુરંગ બની જશે.
કેમ ખાસ છે ગોથાર્ડ બેઝ ટનલ?
)
ગોથાર્ડ બેઝ ટનલ 57.1 કિલોમીટર લાંબી છે અને આલ્પ્સ પર્વતમાળાની નીચેથી પસાર થાય છે. આ હાઈ-સ્પીડ રેલ કોરિડોર ઉત્તર અને દક્ષિણ યુરોપ વચ્ચેના મુસાફરીના સમયને ઘણો ઘટાડી દે છે. પહેલાં ટ્રેનોએ પહાડી પથરાળ રસ્તાઓ પરથી મુશ્કેલીથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે વધુ ઝડપથી અને ઓછા ખર્ચે ગંતવ્ય સુધી પહોંચી શકાય છે. આનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.
17 વર્ષમાં બની આ ટનલ
)
ગોથાર્ડ બેઝ ટનલનું નિર્માણ 1999 થી 2016 વચ્ચે એટલે કે 17 વર્ષમાં પૂર્ણ થયું હતું. તેનો ખર્ચ અંદાજે 12 અબજ ડોલર રહ્યો હતો. આ ગાળા દરમિયાન એન્જિનિયરોએ ખડકોની અંદર 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા તાપમાન જેવા અનેક મોટા પડકારોનો સામનો કર્યો છે.
ભૌગોલિક પડકારો
)
એન્જિનિયરોએ અનેક પ્રકારના ખડકોના સ્તરો કાપીને આ સુરંગ બનાવવી પડી હતી. જેમાં ગ્રેનાઈટનો પણ સમાવેશ થતો હતો, જે અત્યંત સખત અને સ્થિર હોય છે, પરંતુ તેમાં ખોદકામની ગતિ ઘણી ધીમી હોય છે.
ગોથાર્ડ બેઝ ટનલનો ઇતિહાસ
)
ગોથાર્ડ માર્ગ 13મી સદીથી એક મહત્વપૂર્ણ પરિવહન માર્ગ રહ્યો છે. આ રસ્તેથી વેપારીઓને આલ્પ્સ પર્વત પાર કરવા માટે સાંકડા પહાડી માર્ગો પરથી પસાર થવું પડતું હતું. વર્ષ 1882 માં પૂર્ણ થયેલી પહેલી 'ગોથાર્ડ રેલ ટનલ' તે સમયે રેલ મુસાફરી માટે ક્રાંતિકારી સાબિત થઈ હતી. ગોથાર્ડ બેઝ ટનલ એ જ વારસાનું આધુનિક સ્વરૂપ છે, જેને 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ ઊંડાઈ અને સમતલ ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે.
ટનલનું ખોદકામ કેવી રીતે થયું?
)
આ સુરંગનું ખોદકામ વિશાળ ટનલ બોરિંગ મશીનો (TBMs)ની મદદથી કરવામાં આવ્યું હતું. જેમાHerrenknecht Gripper, Sissi અને Heidi જેવા મશીનો સામેલ હતા. આમાંના કેટલાક મશીનોની લંબાઈ 400 મીટર થી પણ વધુ હતી. આ મશીનો અલગ-અલગ પ્રવેશ બિંદુઓથી એકસાથે કામ કરી રહ્યા હતા.
સપાટીથી કેટલી નીચે છે?
)
ગોથાર્ડ બેઝ ટનલ ફક્ત લાંબી જ નથી, પરંતુ અત્યંત ઊંડી પણ છે. તેના સૌથી ઊંડા બિંદુએ, આ સુરંગ પર્વતની સપાટીથી લગભગ 2.3 કિલોમીટર નીચે આવેલી છે. આ કારણોસર તે વિશ્વની સૌથી ઊંડી રેલવે સુરંગોમાં પણ સ્થાન પામે છે.
ભવિષ્યમાં તૂટશે રેકોર્ડ
)
ગોથાર્ડ બેઝ ટનલ ભલે ઐતિહાસિક સિદ્ધિ હોય, પરંતુ આ તાજ હંમેશા તેની પાસે રહેશે નહીં. ફ્રાન્સ અને ઇટલી વચ્ચે બની રહેલી 27 અબજ ડોલરની 'મોન્ટ સેની બેઝ ટનલ' વિશ્વની સૌથી લાંબી રેલ સુરંગ બનવાની દોડમાં ગોથાર્ડને પડકાર આપી રહી છે. તેની લંબાઈ 57.5 કિલોમીટર હશે, જે આલ્પ્સ પર્વતોની વચ્ચેથી લિયોનને ટ્યુરિન સાથે જોડશે.
ભારત અને ચીન વચ્ચે સુરંગ નિર્માણની સ્પર્ધા
)
ભારત પણ ઝોજિલા ટનલ (Zojila Tunnel) જેવા પ્રોજેક્ટ્સ સાથે નવી સીમાઓ નક્કી કરી રહ્યું છે. તે લગભગ 14 કિમીની લંબાઈ સાથે એશિયાની સૌથી લાંબી રોડ સુરંગોમાંની એક હશે. બીજી તરફ, ચીન પહાડી વિસ્તારોમાં લાંબી સુરંગોના નિર્માણને ઝડપથી આગળ વધારી રહ્યું છે. ચીન હાઈ-સ્પીડ રેલના વિસ્તરણ અને 'બેલ્ટ એન્ડ રોડ' પહેલ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેમાં 30-40 કિમીથી વધુ લાંબી સુરંગોનો સમાવેશ થાય છે.






