Home Gujarat World Lion Day Celebrated In Jamnagar

જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી : સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહ અંગેની માહિતી અપાઈ

જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 11:13 AM IST

જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા સંયુક્ત રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહ અંગેની માહિતી આપવામાં આવી હતી.

વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં શહેરની અલગ અલગ સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં ઉજવણી કરાય જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 15 અને ખાનગી શાળા પ્રાઈમ સ્કૂલમાં વન વિભાગ અને લાખોટા નેચર કલબના તજજ્ઞ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પત્રિકાનું વિમોચન,જન જાગૃતિ રેલી અને 2000 થી વધુ વિદ્યાર્થીઓને સિંહના મોહરાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એશિયાટિક લાયનએ રાજ્ય અને દેશનું ગૌરવ છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

દેશળ ભગત શાળા નંબર 15 માં યોજાયેલા કાર્યક્રમ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય નિલેશભાઈ હાડા, લાખોટા નેચર કલબના પ્રમુખ જગતભાઈ રાવલ, આનંદભાઈ પ્રજાપતિ, જીગ્નેશ નાકર,વિનોદભાઇ લાખાણી વન વિભાગ માંથી વી.પી. બોપલીયા વનપાલ,એમ.પી.ગાગિયા વનરક્ષક,કમલેશ પીંડારીયા રેસ્ક્યુર અને શાળા નંબર 15 ના પ્રિન્સિપાલ પારસ કુમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પ્રાઈમ સ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો લાખોટા નેચર કલબના સદસ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now