Home International World Expensive Flower Price Dollar Rupee Gift

ખીલેલો ખજાનો : એક ફૂલની કિંમતમાં આવી જશે સ્પોર્ટ બાઇક, જાણો વિશ્વના સૌથી મોંઘા ફૂલ વિશે

ખીલેલો ખજાનો
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2025, 07:08 AM IST

પ્રસંગ સારો હોય કે ખરાબ તમામ ફૂલ આપી લોકો પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. દુખ હોય કે ખુશી, શણગાર કરવાનો હોય કે સુગંધ લેવાની હોય તમામ માટે ફૂલનો જ ઉપયોગ થાય છે. પરંતુ કેટલાક એવા ફૂલ છે જે તમને કોઇને આપવા તો ગમશે. પરંતુ તેને ખરીદવામાં તમારા ખીસ્સા ખાલી થઈ જશે. કેટલાક ફૂલો એટલા બધા કિંમતી છે તે એક ફૂલની કિંમતમાં તો નાની કાર પણ આવી જાય. તો આવો જાણીએ વિશ્વના સૌથી મોંઘા ફૂલ વિશે..
1. કડુપુલ ફૂલ
શ્રીલંકાની ધરતી પર થતું આ ફૂલ વિશ્વના સૌથી મોંઘા ફૂલમાંથી એક છે. આ ફૂલ પ્રેમીઓના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આ દુર્લભ ફૂલ રાત્રીના સમયે ખીલે છે. ચાંદની રાતે ફૂલનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. પરંતુ સવાર પડતાની સાથે જ આ ફૂલ કરમાઈ જાય છે. આ ફૂલને ઝાડમાંથી તોડ્યા બાદ લાંબા સમય સુધી ટકી શકતું નથી. જેથી આ ફૂલ તમે કોઈને આપી શકશો નહીં. કડુપુલના એક ફૂલની કિંમત લગભગ 6 હજાર ડોલર છે.

2. શેનઝેન નોંગકે ઓર્કિડ
લગભગ 8 વર્ષની મહેનતે એક રિસર્ટ ટીમે આ ફૂલને ઉગાડવામાં સફળતા મેળવી હતી. એટલા માટે તેને શોધનારના નામ પરથી જ ફૂલનું નામ રાખવામાં આવ્યું. આ ફૂલની સુંદરતા માણવી ખુબ જ ખર્ચાળ છે. વર્ષ 2005માં હરાજીમાં આ ફૂલની 2 લાખ ડોલર કિંમત બોલાઈ હતી. જે તેને વિશ્વના સૌથી મોંઘા ફૂલમાંનું એક બનાવે છે. જો કે આ ફૂલ તમને ભારતમાં ક્યાંય નહીં મળે..

3. જુલિયટ રોઝ
ગુલાબી રંગનું આ ફૂલ ખુબ જ મનમોહક હોય છે. ઈંગ્લેન્ડના ડેવિડ ઓસ્ટિનને આ ફૂલને ઉછેરવામાં લગભગ 15 વર્ષનો સમય લાગ્યો હતો. પોતાની આકર્ષકતાના લીધે આ ફૂલ ખૂબ જ કિંમતી હોય છે. જેનો મોટાભાગે ખાસ ગુલદસ્તો બનાવી ઉપયોગ કરવામાં આવે છે.

4. ગોલ્ડ ઓફ કિનાબાલુ ઓર્કિડ
મલેશિયાના કિનાબાલુનેશન પાર્કમાં થતું આ ફૂલ 1500 મીટરથી વધુની ઉંચાઈ પર થાય છે. જેને તૈયાર કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. તેની ઓળખ તેની સુનેહરી પાંખડી અને વચ્ચે રહેલ આકર્ષક લાલ પેર્ટન છે. જેને ખરીદવા માટે તમારે લગભગ 4.98 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે.

5. સૈફ્રોન ક્રોકસ
કેસર ક્રોકસ ખાસ કારણોસર આટલા મોંઘા ફૂલોની યાદીમાં સમાવેશ પામે છે. જાંબલી રંગના આ ફૂલનો ઉપયોગ કેસર મસાલા બનાવવામાં થાય છે. કેસર મસાલાની દુનિયામાં સૌથી વધુ માગ હોય છે. ભારતના જમ્મુ-કાશ્મીરમાં આ ફૂલ વધુ થાય છે. જેના એક કિલોના ભાવ લગભગ 3 લાખ રૂપિયા હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ