અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા મળેલી માહિતી મુજબ, હમણાં રોજના ધોરણે અહીંથી પસાર થતી વિમાનોની સંખ્યા 20% સુધી વધારો થયો છે. જેના કારણે અહીં 24 કલાક ત્રણ શિફ્ટમાં કાર્યરત કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયું છે.
ATCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 24 કલાકમાં આશરે 1200 ફલાઇટો હેન્ડલ કરવામાં આવે છે, પરંતુ બધી લેન્ડ નથી થતી. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરાતાં ઘણા વિમાનોને તેમના ટ્રાવેલ રૂટ પણ બદલવાનો વારો આવ્યો છે. જેના કારણે હાલ 1500 જેટલી ફલાઇટ અહીંથી પસાર થાય છે. ભલે વિમાનો લેન્ડ ન થતી હોય, પરંતુ દરેક ફલાઇટ સાથે સંવાદ (કોમ્યુનિકેશન) જાળવવો એ એટીસી માટે ફરજિયાત હોય છે.
ફલાઇટ રૂટમાં ફેરફાર અને અસર:
પાકિસ્તાની એરસ્પેસ બંધ થતા અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને નવી દિશા અપનાવવી પડી છે, જેના કારણે 20-25 મિનિટ વધુ સમય લાગે છે અને વધુ ઈંધણ વપરાય છે. જે ભાડા પર પણ અસર કરે છે. આ સ્થિતિના કારણે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ આવનારી તથા જતી ઘણી ફલાઇટ્સ પર પડ્યો છે, જેમને વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડ્યો છે.
ATCના જણાવ્યા અનુસાર, અગાઉ દરરોજ અંદાજે 250 વિમાનો ટેકઓફ અને લેન્ડ કરતી હતી, જ્યારે હવે આ સંખ્યા 320 સુધી પહોંચી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





