Home Gujarat Worker Dies After Falling From Building In Bharuch

ભરૂચમાં બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત : ઝાડેશ્વર ખાતે નર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચમાં બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 11:21 AM IST

Bharuch Crime News : ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં સાઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં દુઃખદ ઘટના બની હતી. મંગળવારની રાત્રે બિલ્ડિંગના ઉપરના માળેથી એક કામદાર નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બિલ્ડિંગ પરથી પડી જતા શ્રમિકનું મોત

પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રિ દરમિયાન શ્રમજીવી કોઈ કારણસર બિલ્ડિંગના ઉપરના માળ પરથી નીચે પટકાયો હોવાનો અંદાજ છે. ગંભીર ઈજાઓ લાગતા તેને બચાવી શકાયો નહીં અને તેનો ત્યાં જ જીવ ગુમાવી દીધો.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સી ડિવિઝન પોલીસએ સ્થળની તપાસ કરી વધુ વિગતો એકત્ર કરવા માટે તપાસ શરૂ કરી દીધી છે. નિર્માણ સાઈટ પર સુરક્ષા વ્યવસ્થા અને ઘટના સમયે હાજર પરિસ્થિતિ અંગે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video