Home Gujarat Woman Seeks 181 Help After Husband Runs Away With One And A Half Year Oldchild While Intoxicated

મહિલાના એક કોલથી અભયમની ટીમ આવી વ્હારી! : પતિ નશાની હાલતમાં દોઢ વર્ષના બાળકને લઈને ભાગી ગયો, અને પછી...

મહિલાના એક કોલથી અભયમની ટીમ આવી વ્હારી!
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 02:47 PM IST

Ahmdabad News: અમદાવાદના એક જાણીતા વિસ્તારમાંથી એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઈન ઉપર કોલ કરી જણાવ્યું હતું કે, તેનો પતિ ખૂબ જ નશાની હાલતમાં તેના દોઢ વર્ષના બાળકને જબરદસ્તીથી લઈને ભાગી ગયો છે.

181 અભયમની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પીડિતા મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તેણે ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, તે તેના ફોઈની દીકરીની ખબર કાઢવા તેમના ઘરે ગઈ હતી. પીડિતા મહિલા રાત્રિના સમયે તેના ફોઈના ઘરેથી પરત આવી ત્યારે તેનો પતિ નશાની હાલતમાં સૂતો હતો અને તેમનું બાળક તેમના સસરા પાસે હતું. પતિએ મહિલા સાથે નશાની હાલતમાં ઝગડો કર્યો હતો. પતિ તેમના બાળકને જબરદસ્તીથી પોતાની સાથે લઈને ભાગી ગયો હતો. મહિલા પોતાના બાળકને લઈને ખૂબ જ ચિંતામાં હતી.

181 અભયમ ટીમ દ્વારા પીડિતા મહિલા, તેમના સસરા અને તેમના પતિ ત્રણેયનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમનું બાળક તેના પતિ પાસેથી મહિલાને પરત અપાવ્યું હતું. પોતાનું બાળક સુરક્ષિત પાછું મળી જતા પીડિતા મહિલાએ 181 અભયમ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

181 અભયમ ટીમની નોંધપાત્ર કામગીરીના કારણે સમસ્યાઓથી ઘેરાયેલી મહિલાઓ રાહતની લાગણી અનુભવે છે. 181 અભયમ હેલ્પલાઈન લોકોની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now