Home Gujarat Woman Molested During Morning Walk In Surat

સુરતમાં મોર્નિંગ વોક દરમિયાન મહિલાની છેડતી : પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો, નંબર પ્લેટથી થઈ ઓળખ...

સુરતમાં મોર્નિંગ વોક દરમિયાન મહિલાની છેડતી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 10:04 AM IST

Surat Women Harassment : સુરત શહેરના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાની શારીરિક છેડતીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ પીડિત મહિલાએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. મહિલાઓની સુરક્ષા મુદ્દે પોલીસે દાખવેલી ઝડપી કાર્યવાહીથી શહેરમાં ચર્ચા જાગી છે. ફરિયાદ મુજબ, મોર્નિંગ વોક કરી રહેલી મહિલા પાસે એક શખ્સ ચાલુ મોટરસાયકલ લઈને આવી પહોંચ્યો હતો. તેણે બાઈક પર બેઠા બેઠા મહિલાની શારીરિક છેડતી કરી હતી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાથી ગભરાયેલી મહિલાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહિલાની ફરિયાદને પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી હતી.

મોટરસાયકલની નંબર પ્લેટના આધારે આરોપી ઝડપાયો

ઉધના પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસ્યા અને મોટરસાયકલની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આરોપી વિકાસ વિશરામ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આરોપી મનોવિકૃત હાલતમાં આવી હરકત કરતો હતો.

પોલીસ તપાસ તપાસ હાથધરી

આરોપીની ધરપકડ બાદ મહિલા પોલીસકર્મીઓ દ્વારા તેને ઘટનાના રી-કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી શકાય. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે મહિલાની સાથે થયેલા જાતીય હુમલાને લઈને કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. ઉધના પોલીસ દ્વારા લેવાયેલી ઝડપી કાર્યવાહીથી મહિલાઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. પોલીસે જાહેરમાં પણ અપીલ કરી છે કે આવા કોઈ પણ બનાવ બને તો તરત પોલીસને જાણ કરવામાં આવે, જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now