કણસુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી થઈ રહી છે તેમ છતાં સુરતમાં કેટલાક પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે. અગાઉ અનેકવાર પશુપાલકો દ્વારા પાલિકાના કર્મચારી કે અધિકારી પર હુમલાની ઘટના બની છે ત્યારે હવે સુરતમાં ફરી રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર મહિલાએ હુમલો કર્યો હતો.
પોલીસે ત્રણની ધરપકડ કરી
સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ પર દાતરડું બતાવી અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેને લઈ SMCના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ થતા કાપોદ્રા પોલીસે બે મહિલાઓ અને એક પુરુષ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.






