Election Commission of India : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026 ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.
મૌલિકકુમાર વિનોદચંદ્ર શાહ
ભારતીય નેશનલ જનતા દળ
111- ઉમરેઠ
હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
111- ઉમરેઠ
વિમલકુમાર કાંતીલાલ પટેલ
ભારતીય જનતા પાર્ટી
111- ઉમરેઠ
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના દિવસો સિવાય આગામી તા. 06-04-2026, સોમવાર સવારે 11:00 કલાકથી બપોર બાદ 03:00 કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-26) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે.





