Home Gujarat Bjp Election Committee Meeting Gujarat Candidates Final

ભાજપની આવતીકાલથી 3 દિવસીય મેરેથોન બેઠક : 15 મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ પર લાગશે અંતિમ મહોર!

ભાજપનો ઝંડા અને લોગો સાથે લોકો
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 12:55 PM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી શરૂ થનારી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.

5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠક

મળતી માહિતી મુજબ, સંકલન સમિતિની બેઠક બાદ 5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાશે. આ બેઠકમાં 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી પર ચર્ચા કરવામાં આવશે અને અંતિમ મંજૂરી આપવામાં આવશે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી સહિત ભાજપના ટોચના નેતાઓ હાજર રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરી છે. વિવિધ સ્તરે મળેલા ફીડબેક અને સ્થાનિક નેતાઓના સૂચનોના આધારે ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે. પાર્ટી દ્વારા જીતના માપદંડને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચો: 'કેસરિયા કિલ્લા' માં ટિકિટ મેળવવા લોબિંગ તેજ : ગાંધીનગરમાં ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર સ્પર્ધા, શું નવા ચહેરાઓને મળશે તક?

ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા

આ બેઠકોને ભાજપ માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે ઉમેદવારોની યોગ્ય પસંદગી ચૂંટણી પરિણામો પર સીધી અસર કરે છે. હવે સૌની નજર આ બેઠકના નિર્ણયો પર છે, જેનાથી આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now