Home International Who Was The First Female Finance Minister Of India

કોણ હતા ભારતના પ્રથમ મહિલા નાણા મંત્રી? : કેવી રીતે બન્યા હતા?

કોણ હતા ભારતના પ્રથમ મહિલા નાણા મંત્રી?
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 08:26 AM IST

કેન્દ્રનું બજેટ 2025 રજૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે સંસદમાં બજેટ રજૂ કરનાર ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા. ઈન્દિરા ગાંધી હતા. તેમની ભૂમિકાએ ભારતીય રાજકારણમાં એક નવો ઉદાહરણ ઉભુ કર્યું હતું .



જ્યારે ઈન્દિરા ગાંધી નાણામંત્રી બન્યા
વર્ષ 1969 ભારતીય રાજકારણ માટે માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તે સમયે ઈન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને ઉપ પ્રધામંત્રી મોરારજી દેસાઈ નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા હતા. જો કે, કોંગ્રેસ પક્ષમાં આંતરિક મતભેદોને કારણે, મોરારજી દેસાઈને પક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ નિર્ણય બાદ નાણામંત્રીની જગ્યા ખાલી પડી હતી અને ત્રણ મહિના પછી બજેટ રજૂ થવાનું હતું. ઈન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી બનવાની સાથે નાણાં મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો. 28 ફેબ્રુઆરી 1970ના રોજ તેમણે દેશનું બજેટ રજૂ કરીને એક નવો ઈતિહાસ રચ્યો.

જ્યારે નિર્મલા સીતારમણ સંપૂર્ણ નાણામંત્રી બન્યા
ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારમણ ફૂલ ટાઈમ નાણામંત્રીનું પદ સંભાળનાર દેશની બીજી મહિલા બની. 2019માં, તેમણે નાણામંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો અને ત્યારથી ઘણા મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now