ભારતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર કપિલ શર્માના તાજેતરમાં કેનેડામાં શરૂ કરાયેલા કાફે પર ગોળીબાર થયો છે. આ ઘટના બાદ કાફે પર હુમલો કરતો એક શખ્સ સીસીટીવીમાં પિસ્તોલ સાથે ગોળીબાર કરતો દેખાઈ આવ્યો છે.
હુમલાખોરની ઓળખ હરજીત સિંહ ઉર્ફે લદ્દી તરીકે થઈ છે, જે પંજાબના નવાંશહર જિલ્લાના રહેવાસી છે.
હરજીત લદ્દી કોણ છે?
એજન્સી મુજબ, લદ્દી ખાલિસ્તાન સમર્થક સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલ છે.
NIA અનુસાર, લદ્દી વિદેશમાં બેઠેલા આતંકવાદી ફાઇનાન્સર્સ અને હેન્ડલર્સ સાથે સીધો સંપર્ક ધરાવે છે. એજન્સીએ તેને ફરાર આતંકવાદી જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે ₹10 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિકાસ બગ્ગાની હત્યામાં સંડોવણી
2024માં, વીएचપીના નેતા વિકાસ બગ્ગાની હત્યાના કેસમાં પણ લદ્દીનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં લદ્દી સહિત કુલબીર સિંહ ઉર્ફે સિદ્ધુ અને અન્ય શખ્સોની સંડોવણી હોવાનું NIAએ જણાવ્યું હતું.
ડિજિટલ પુરાવા મળ્યા, પણ FIR નહીં
હાલ સુધી પંજાબ પોલીસે લદ્દી વિરુદ્ધ કોઈ FIR અથવા ચાર્જશીટ જાહેર કરી નથી.
તેમ છતાં NIA પાસે ઉપલબ્ધ ડિજિટલ પુરાવા અને આંતરરાષ્ટ્રીય કનેક્શન્સના આધારે તેને "મોસ્ટ વોન્ટેડ" જાહેર કરાયો છે.
NIA એ પત્રકાર પરિષદ મારફતે લદ્દી વિશે માહિતી આપનારા માટે વોટ્સએપ, ઈ-મેઇલ અને કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કર્યા છે.




















