ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની રચના બાદ લગભગ તમામ મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધા છે. ત્યારે આ મંત્રીઓએ ચાર્જ સંભાળતા હવે તમામને બંગલા ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મંત્રીમંડળના કુલ 25 સભ્યો (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષાના મંત્રી)ને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે. જો કે, ધારાસભ્યો માટે પણ નવા ફ્લટ બનીને તૈયાર થઈ ગયા છે, જે હજુ સુધી ફાળવાયા નથી, પરંતુ તે પણ હવે ટૂક સમયમાં ફાળવાઈ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - 26 નંબરનો બંગલો
રાજકીય વર્તુળોમાં ‘લકી’ ગણવામાં આવે છે
નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
બંગલો નં. 43 ફાળવવામાં આવ્યો
રીવાબા જાડેજા
રાજભવન સામેનો બંગલો નં. 12A રહેવા માટે ફાળવવામાં આવ્યો
કાંતિ અમૃતિયા
વિવાદમાં સપડાયેલા બચુ ખાબડને ફાળવેલો હતો તે જ 33 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો
કનુભાઈ દેસાઈ
22 નંબરનો બંગલો
ઋષિકેશ પટેલ
21 નંબરનો બંગલો
કુંવરજી બાવળિયા
18 નંબરનો બંગલો
જીતુભાઈ વાઘાણી
5 નંબરનો બંગલો
નરેશ પટેલ
20 નંબરનો બંગલો
અર્જુન મોઢવાડિયા
12 નંબરનો બંગલો
પ્રદ્યુમન વાજા
3 નંબરનો બંગલો
રમણભાઈ સોલંકી
બંગલા નંબર 36
ઈશ્વરસિંહ પટેલ
6 નંબરનો બંગલો
પ્રફુલ પાનસેરિયા
31 નંબરનો બંગલો
મનિષા વકીલ
બંગલા નંબર 7
પરસોત્તમ સોલંકી
14 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો
ધારાસભ્યો માટે 5BHK ફ્લેટ ફાળવાશે
ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક 5BHK એટલે કે, ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિતની સુવિધા ધરાવતા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેનું 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસતે ઉદ્ઘાટન કર્યું હતું. જે 5BHK હવે ધારાસભ્યોને ફાળવવામાં આવશે. જેમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા છે.






