Home Business When Will The Price Of Gold Reach Rs 56000 Know What Experts Say

જાણો શું કહે છે નિષ્ણાતો? : 56,000 રૂપિયા સુધી ક્યારે પહોંચશે સોનાનો ભાવ?

જાણો શું કહે છે નિષ્ણાતો?
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 01:32 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાર્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે અમેરિકાએ ભારત સહિત 16 દેશો પર ટેરિફ લાદી તો અન્ય દેશોએ પણ જવાબી કાર્યવાહીમાં ટેરિફ લાદ્યા. તેના કારણે જ્યાં અમેરિકી શેરબજાર ગગડ્યું હતું, ત્યાં વિશ્વના ઘણા દેશોના શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આનાથી આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર હચમચી ગયું છે. હવે ઘણા દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.

સોનાના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર બધું મોંઘું થઈ ગયું છે. તે દરમિયાન સોના બજારના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફને કારણે સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો થશે અને તેની કિંમત અડધી થઈ જશે. લગભગ 40 ટકાનો ઘટાડો થશે અને આ ઘટાડો આવતા મહિને જ નોંધવામાં આવશે. આ ઘટાડો થતાં જ સોનાની કિંમત 90,000 રૂપિયાથી સીધી 50 અથવા 55 હજાર રૂપિયા થઈ જશે.

આજે દેશમાં કેટલો છે સોનાનો ભાવ ?
રિપોર્ટ અનુસાર આજે 8મી એપ્રિલે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. અત્યાર સુધી સોનાનો ભાવ રૂ. 90000 અને તેથી વધુ હતો, પરંતુ આજે સોનાની કિંમત રૂ. 650 ઘટીને રૂ. 90000થી ઓછી થઈ ગઈ છે. આજે જાહેર કરાયેલા રેટ ચાર્ટ મુજબ દેશમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું રૂ. 89730માં ઉપલબ્ધ છે, જ્યારે ગઈકાલે આટલા સોનાનો ભાવ રૂ. 90408 અને ચાંદીનો આજે રૂ. 90408 છે.

કેમ ઘટશે સોનાના ભાવ ?
યુએસ રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારના ગોલ્ડ માર્કેટ એક્સપર્ટ જ્હોન મિલ્સે આગાહી કરી છે કે આવતા મહિને સોનાના ભાવ અડધો થઈ જશે. આટલું જ નહીં તેણે સોનાના ભાવમાં ઘટાડો થવાનું કારણ પણ આપ્યું છે. મિલ્સનું કહેવું છે કે આવતા મહિને સોનાની કિંમત $1820 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. 38 થી 40 ટકાના ઘટાડા બાદ સોનું 50 થી 55 હજાર રૂપિયામાં મળશે. આ ઘટાડો યુએસ ટેરિફ ચાર્ટને કારણે હોઈ શકે છે.

શેરબજારમાં વધઘટને કારણે પણ કિંમતો ઘટી શકે છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ બદલાશે તો પણ સોનાના ભાવમાં ઘટાડો થશે. સેન્ટ્રલ બેંકોની નીતિમાં ફેરફાર અને અમેરિકી ડૉલરના મજબૂતાઈને કારણે પણ સોનું સસ્તું થઈ શકે છે. માઇનિંગમાં વધારો અને ઘટતી માંગને કારણે સોનું સસ્તું થઈ શકે છે. સ્ટોક ક્લિયર કરવા માટે સોનું સસ્તું થાય તે જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now