વેબ સિરીઝ મિર્ઝાપુર રિલીઝ થતાં જ દર્શકોમાં હિટ રહી છે. અત્યાર સુધી તેની ત્રણ સીઝન આવી ચૂકી છે અને દરેક સીઝનને દર્શકો તરફથી ખુબ પસંદગી મળી છે. સત્તા માટેના સંઘર્ષને કેન્દ્રમાં રાખી બનેલી આ સિરીઝની ત્રીજી સીઝન ચોંકાવનારી રીતે સમાપ્ત થતા હવે ચોથી સીઝન અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ક્યારે આવશે મિર્ઝાપુર 4?
અહેવાલો અનુસાર, મિર્ઝાપુર 4 આ વર્ષના અંતે અથવા 2026ની શરૂઆતમાં પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ શકે છે. પ્રાઇમ વિડીયોની આ સૌથી મોટી શ્રેણીઓમાંની એક છે, જેને લોકો તરફથી અત્યાર સુધી ઘણો પ્રેમ મળ્યો છે.
સીઝન 4ની કહાનીમાં શું?
ત્રીજા ભાગમાં બતાવવામાં આવ્યું હતું કે ગુડ્ડુ પંડિતે મિર્ઝાપુર પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ તેની સત્તા હજી પણ નબળી છે. ચોથી સીઝનમાં ગુડ્ડુ પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે કે નવા દુશ્મનો તેને પડકારશે, તે જોવા મળશે.
કાલીન ભૈયાની વાપસી!
ચોથી સીઝનનો સૌથી મોટો વળાંક કાલીન ભૈયાની સંભવિત વાપસી બની શકે છે. તેમની એન્ટ્રી સાથે મિર્ઝાપુરના સત્તાસંઘર્ષમાં મોટું પરિવર્તન જોવા મળશે. રાજકારણમાં પલટો અને ઘણા ચોંકાવનારા વળાંકોની આશા છે.
સ્ટાર કાસ્ટ
જોકે નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા, શત્રુઘ્ન ત્યાગી અને ઈશા તલવાર ફરી જોવા મળી શકે છે. નવા ચહેરા જોડાશે કે નહીં તે અંગે હજી ખુલાસો થયો નથી.