પંજાબી સિનેમા ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મોમાં લોકોને હસાવનારા ફેમસ હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાનું આજે સવારે મોહાલીમાં અવસાન થયું. જસવિંદર ભલ્લાએ 65 વર્ષની વયે ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લા કેરી ઓન જટ્ટા સીરિઝમાં એડવોકેટ ધિલ્લોન તરીકે ફેમસ થયા હતા.
જસવિંદર ભલ્લાના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટે મોહાલીમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસવિંદર ભલ્લા લાંબા સમયથી બીમાર હતા અને તેમના પર કોઈ દવા કામ કરી રહી ન હતી. જસવિંદર ભલ્લાએ પંજાબી ફિલ્મોમાં કોમેડીને એક અલગ જ ઊંચાઈ સુધી લઈ ગયા છે.
જસવિંદર ભલ્લાની યાદગાર ફિલ્મો
હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ પંજાબી ફિલ્મોમાં ઘણા યાસ ગાર પાત્રો ભજવ્યા હતા. તેમની મુખ્ય ફિલ્મોમાં, કેરી ઓન જટ્ટા (2012) અને કેરી ઓન જટ્ટા 2 (2018) માં એડવોકેટ ધિલ્લોનનું તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. 'જટ્ટ એન્ડ જુલિયટ' સીરિઝની ત્રણેય ફિલ્મોમાં તેમનો કોમિક રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય, 'મિસ્ટર એન્ડ મિસિસ 420 (2014)', 'યાર અનમુલે (2011)' અને 'મુંડેયાં તો બચકે રહીં (2014)' માં તેમનું પાત્ર પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. જસવિંદર ભલ્લાના મૃત્યુના સમાચારથી ફેન્સ અને સાથી કલાકારો શોકમાં છે. સોશિયલ મીડિયા પર તેમના સાથીદારો અને ફેન્સ તરફથી શ્રદ્ધાંજલિ મળી રહી છે.
પ્રોફેસરથી બન્યા કોમેડિયન, મનીષ સિસોદિયાએ શોક વ્યક્ત ર્ક્યો
પંજાબી સિનેમાના દિગ્ગજ અભિનેતા જસવિન્દર ભલ્લા એક્ટિંગમાં જોડાયા પહેલા પ્રોફેસર હતા. 4 મે 1960ના રોજ દોરાહા, લુધિયાણામાં જન્મેલા જસવિન્દર ભલ્લાની 'છનકટા' સિરીઝ પણ ઘણી હિટ રહી હતી. તેમના કરિયરની શરૂઆત ફિલ્મ 'દુલ્લા ભટ્ટી'થી થઈ હતી. આ પછી તેમણે 'ગડ્ડી ચલતી હૈ છલાંગ માર કે, જિંદ જાન', 'બેન્ડ બાજે' જેવી એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી. મનીષ સિસોદિયાએ જસવિંદર ભલ્લાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.