Rasha Thadani: રાશાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'આઝાદ' થી કરી હતી. જોકે આ ફિલ્મ સારી ચાલી ન હતી, રાશાનું ગીત 'ઓયે અમ્મા' ખૂબ વાયરલ થયું હતું. આ વર્ષે તેને ત્રણ પ્રાણીઓ - બે કૂતરા અને એક બિલાડીને તેના ઘરમાં આશ્રય આપ્યો. તેને તેમની સારવાર કરાવી. રાશાએ તાજેતરમાં જ આ વાતની આખી કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે.
'એલ્સા, આઝાદ અને બિલ્લુ' ની સ્ટોરી
રાશા થડાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા, તેને એલ્સા, આઝાદ અને બિલ્લુની કહાની કહી છે. તેઓ ખૂબ જ બીમાર હતા ત્યારે રાશાએ તેના ઘરમાં રાખ્યા હતા. આ તસવીરો શેર કરતા તેને લખ્યું, 'આ વર્ષની શરૂઆતમાં, અમે બે સુંદર બાળકો, આઝાદ અને એલ્સુ માટે અમારા હૃદય અને ઘરના દરવાજા ખોલી નાખ્યા હતા. આ ગલુડિયાઓને મુશળધાર વરસાદમાં હાઇવે પર છોડી દેવામાં આવ્યા હતા. તેઓ નાજુક અને ડરી ગયા હતા. તેમને બચાવી લેવામાં આવ્યા હતા. હવે તેઓ અમારી સાથે સુરક્ષિત અને પ્રેમથી રહે છે. આ આપણને યાદ અપાવે છે કે દત્તક લેવાથી કેવી રીતે જીવન બચાવી શકાય છે.'
પ્રાણીઓ માટે પ્રેમ
રાશાએ આગળ લખ્યું, 'જ્યારે એલ્સા પહેલી વાર અમારી પાસે આવી ત્યારે તે ઉભી પણ નહતી થઈ શકતી એટલી નબળી હતી. તે મોટાભાગે સૂઈ રહેતી હતી. આઝાદને તેના પહેલાના માલિક દ્વારા માર મારવામાં આવતો હતો. તે જે રીતે ચાલતો હતો તેના પરથી આ સ્પષ્ટ દેખાતું હતું. તેની કરોડરજ્જુ એટલી નીચે વળેલી હતી કે તે ભાગ્યે જ તેની પીઠ જમીન પરથી ઉપાડી શકતો હતો. પરંતુ હવે એલ્સા અને આઝાદ દોડતા થઈ ગયા છે. તેઓ તેમના રમકડાંથી રમે છે અને જ્યારે પણ અમે ઘરે પહોંચીએ છીએ ત્યારે તેમની પૂંછડીઓ હલાવતા હોય છે.'
દત્તક લેવાની અપીલ
એલ્સા અને આઝાદ સિવાય, રાશાએ એક બિલાડી પણ દત્તક લીધી. તેને લખ્યું, 'બિલ્લુ, એક આંખવાળું બિલાડીનું બચ્ચું, જે એક દિવસ ઓફિસમાં ભટકતું હતું. પરંતુ અમારી સંભાળ, રસીકરણ અને દવાઓથી, તે હવે ખૂબ જ રમતિયાળ અને તંદુરસ્ત છે. તે અમારા માટે એક સાથી બની ગયું છે, જે દરરોજ આપણું મનોરંજન કરે છે અને અમને એક્ટિવ રાખે છે'. રાશાએ લખ્યું, 'થોડો પ્રેમ, સંભાળ અને દયા ખૂબ આગળ વધે છે'. હેશટેગ સાથે, રાશાએ લોકોને પ્રાણીઓ ખરીદવાને બદલે તેમને દત્તક લેવાની અપીલ કરી છે.