Bigg Boss 19 Inside Photos: ફરી એક વાર સલમાન ખાન બિગ બોસ 19 લઈને આવી રહ્યો છે. શોનું પ્રીમિયર 24 ઓગસ્ટે રવિવારે થશે. આ વખતે સિઝન 19 ની થીમ ડેમોક્રેસી (લોકતંત્ર) પર આધારિત રાખવામાં આવી છે.
બિગ બોસ 19 ના ઘરની ઈન્સાઈડ ફોટોસ વાયરલ
બિગ બોસ 19 ની થીમને ધ્યાનમાં રાખતા આખા ઘરને તેવી જ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અત્યારે જે ફોટોસ સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે કન્ટેસ્ટન્ટ માટે ટેબલ અને ખુરશી લગાવવામાં આવી છે. જેથી ઘર સંપૂર્ણપણે સંસદ ભવન જેવુ લાગી રહ્યું છે. જોકે, હજુ આ નક્કી નથી એક એસેમ્બલીનો સ્પીકર કોણ હસે? તેને લઈને સસ્પેન્સ જાળવી રાખ્યું છે.
બિગ બોસનું ઘર ખૂબ જ કલરફૂલ હશે
બિગ બોસ 19 ના ઘરના લિવિંગ રમ અને કોન્ફરન્સ રૂમને ખૂબ જ સુંદર અને કલરફૂલ બનવવમાં આવ્યા છે. અહીં એક મોટું બિગ બોસ વાળું ટીવી પણ લગવવામાં આવ્યું છે, જેના માધ્યમે સલમાન ખાનના શોના કન્ટેસ્ટન્ટ સાથે વાત કરતો દેખાશે. આની પાસે ખાવાનું ડાઈનિંગ ટેબલ પણ છે અને રસોડુ પણ બનાવેલું છે, જ્યાં કન્ટેસ્ટન્ટ્સને ખાવાની વ્યવસ્થા હશે.
સભ્યોને નહીં મળે સિંગલ બેડ
ત્યારે પહેલી સિઝનમાં સિંગલ બેડ અને ડબલ બેડ માટે ઘરના સભ્યોના ઝઘડા થતાં હતા, પરંતુ આ વખતે ઘરવાળાઓને ડબલ અને ત્રિપલ બેડ આપવામાં આવ્યા છે. તેમને બેડ કોઈ પણ પરિસ્થિતિમાં શેર કરવા જ પડશે.
કેટલા વાગ્યે આવસે બિગ બોસ 19
ત્યારે, પહેલી સિઝનની જેમ આ વખતે પણ કન્ટેસ્ટન્ટ્સના રિફ્રેશમેન્ટ અને ફિટનેસને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સ્વિમિંગ પુલ અને જિમ પણ જબરદસ્ત બનાવવામાં આવી છે. સાથે જ ઘરવાળા પર નજર રાખવા દરેક ખૂણે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે જ ઘરમાં હાઇ ક્લાસ લાઇટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે બિગ બોસ 19 નો પહેલો એપિસોડ 24 ઓગસ્ટે રાત્રે જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ બાદ કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે.