ઇંડિયન ટીવીના સૌથી ફેમસ રિયાલિટી શોમાંથી એક બિગબસની નવી સિઝનનું પ્રીમિયર ટુંક જ સમયમાં થવા જઇ રહ્યું છે. ફેન્સ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં શો શરૂ થયા પહેલા મીડિયા પર ઘણા મોટા મોટા નામોની ચર્ચા થઈ રહી છે જે આ વર્ષે સલમાન ખાનના શોમાં દેખાઈ શકે છે. હવે આ નામોમાં અમેરિકન પૂર્વ બોક્સર માઇક ટાયસનનું નામ જોડાઈ ગયું છે. જોકે આ નામ સાથે એક ટ્વીસ્ટ પણ છે.
સલમાનના શોમાં દેખાશે માઇક ટાયસન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઇક ટાયસન બિગ બોસ 19ના ઘરમાં મહેમાન બનીને આવશે. તે ઘરમાં એક અઠવાડિયા કે 10 દિવસ માટે દેખાશે. શો સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે માઇક ટાયસન સાથે એડવાંન્સ લેવલ પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, "અમે ટાયસન અને તેની ટીમ સાથે એડવાન્સ્ડ વાતચીત કરી રહ્યા છીએ, અને તેની ફી અંગે વાતચીત કરી રહ્યા છીએ. જો સોદો થઈ જાય, તો તે ઓક્ટોબર મહિનામાં એક અઠવાડિયા કે 10 દિવસ માટે ઘરમાં આવશે. જોકે, તારીખો હજુ નક્કી થવાની બાકી છે."
ટાયસનના મહેમાન કલાકાર તરીકેના કાર્યક્રમ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, "આ શોમાં ઘણા સમયથી ઇન્ટરનેશનલ કન્ટેસ્ટન્ટ નથી આવ્યા, અને તેમણે છેલ્લી સીઝનમાં શોને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ નામોની પણ છે ચર્ચા
બિગ બોસ 19 ની વાત કરીએ તો, તેનું પ્રીમિયર 24 ઓગસ્ટે કલર્સ અને જિયો હોટસ્ટાર પર થશે. શોમાં ભાગ લેવા માટે ચર્ચા થઈ રહેલા અન્ય નામોમાં ગૌરવ ખન્ના, વાહબિઝ દોરાબજી અને ઝીશાન કાદરીનો સમાવેશ થાય છે.