Home International What Is Baloch Liberation Army

પાકિસ્તાનને હંફાવનાર : બલૂચ લિબરેશન આર્મી શું છે?

પાકિસ્તાનને હંફાવનાર
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2025, 01:25 PM IST

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની ટ્રેન હાઈજેક કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે બલૂચ લિબરેશન આર્મી શું છે? બલૂચિસ્તાનના કેટલાય લોકો માને છે કે 1947માં ભારત-પાકિસ્તાનનાં ભાગલા બાદ બાદ તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા. પરંતુ તેમની મંજુરી વિના બલૂચિસ્તાનને પાકિસ્તાનનો ભાગ બનાવી દેવામાં આવ્યું હતું. અને પાકિસ્તાનની આર્મીએ પણ બલૂચિસ્તાનનાં લોકો પર અત્યાચાર ગુજારવામાં કોઈ કસર બાકી નથી રાખી. એટલે બલૂચિસ્તાનનાં અનેક ગ્રુપ્સે પાકિસ્તાનની સેના સામે બળવો પોકાર્યો. જે બલૂચિસ્તાને આઝાદ જોવા માંગે છે. બલૂચિસ્તાનની સ્વતંત્રતા માંગતા અનેક સંગઠનો છે, પરંતુ BLA એટલે કે બલૂચ લિબરેશન આર્મી સૌથી શક્તિશાળી સંગઠન છે. 1970નાં દાયકામાં બીએલએની સ્થાપના થઈ, જે બલૂચિસ્તાનને પાકિસ્તાન સરકાર અને ચીનથી મુક્ત કરવા માંગે છે. તેમનું માનવું છે કે બલૂચિસ્તાનના સંસાધનો પર બલૂચ લોકોનો હક છે.

બલૂચ એક જાતીય સમૂહ છે, જે બલૂચિસ્તાનનાં મૂળ નિવાસી છે. આ પ્રદેશ પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું છે.

પાકિસ્તાનમાં બલૂચ:

બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટું પ્રાંત છે, પરંતુ તે સૌથી ઓછી વસ્તી ધરાવતું અને સૌથી ગરીબ પ્રાંતોમાંનું એક છે. બલૂચ લોકોની પોતાની એક અલગ ભાષા (બલૂચી), સંસ્કૃતિ અને જનજાતીય પરંપરાઓ છે. તેમની ઓળખ પંજાબી, સિંધી અને પશ્તૂન જેવા અન્ય જાતીય સમૂહોથી અલગ છે.

મુદ્દા અને સંઘર્ષ:

આર્થિક ફરિયાદો: કુદરતી સંપત્તિ (ગેસ, ખનિજ, વગેરે)થી સમૃદ્ધ હોવા છતાં, બલૂચિસ્તાન અવિકસિત છે અને સ્થાનિક લોકોની ફરિયાદ છે કે પાકિસ્તાન સરકાર તેમનું શોષણ કરે છે.

રાજકીય ફરિયાદો: ખનીજ સંસોધનોથી ભરપૂર બલૂચીસ્તાનને રાજકીય પ્રતિનિધિત્વ નથી મળતુ. ઉપરાંત તેઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.

માનવાધિકાર : બલૂચનાં નેતાઓ ગુમ થવા, તેઓ પર સૈન્ય કાર્યવાહી અને માનવાધિકારનો ભંગ બળવાખોરી વધારવા માટે જવાબદાર છે.

બલૂચ વિદ્રોહ: ઘણા બલૂચ રાષ્ટ્રવાદી અને વિભાજનવાદી જૂથો, જેમ કે બલૂચ લિબરેશન આર્મી (BLA), સ્વાયત્તતા અથવા પાકિસ્તાનથી સંપૂર્ણ સ્વતંત્રતા માટે લડી રહ્યા છે.

મુખ્ય બલૂચ જૂથો:

બલૂચ લિબરેશન આર્મી (BLA)

બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)

બલૂચ રિપબ્લિકન આર્મી (BRA)

આ જૂથોને પાકિસ્તાન સરકાર આતંકવાદી સંગઠનો તરીકે ગણે છે, પરંતુ તેઓ પોતાને સ્વતંત્રતા માટે લડતા લડવૈયાઓ તરીકે રજૂ કરે છે.

વર્તમાન પરિસ્થિતિ:

બલૂચ સમુદાયનો સંઘર્ષ ચાલુ છે, જેમાં મુળભૂત મંડળીઓ, સુરક્ષા દળો અને વિદેશી પ્રોજેક્ટ્સ (જેમ કે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર – CPEC) પર હુમલાઓ થાય છે. શાંતિપ્રિય બલૂચ કાર્યકરો પણ તેમના અધિકારો માટે અવાજ ઉઠાવે છે, પરંતુ તેમને પણ ઘણીવાર દમનનો સામનો કરવો પડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ