Home International Trump Gets One Blow Spain Italy Stops Us Plane From Landing At Airbase

અમેરિકા એકલું પડ્યું! : સ્પેન બાદ હવે ઈટાલીએ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, અમેરિકી સૈન્ય વિમાનોને એરબેઝ પર ઉતરતા રોક્યા

Italy Snubs Trump US Military Plane Sigonella Base
Published by: Nirali Gohil
Last Updated: Mar 31, 2026, 12:02 PM IST

US-Iran Conflict News: ઈરાન વિરુદ્ધ યુદ્ધ છેડનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. અત્યાર સુધી અમેરિકાના પડખે ઉભા રહેનારા તેના યુરોપિયન અને નાટો (NATO) સહયોગી દેશોએ હવે એક પછી એક હાથ ઊંચા કરી દીધા છે. સ્વિટ્ઝરલેન્ડ અને સ્પેન બાદ હવે ઈટાલીએ અમેરિકાને જોરદાર ઝટકો આપ્યો છે. ઈટાલીની જ્યોર્જિયા મેલોની સરકારે અમેરિકી સૈન્ય વિમાનોને પોતાના સિસિલી સ્થિત 'સિગોનેલા એરબેઝ' પર ઉતરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે યુરોપિયન દેશોનું આ વલણ ટ્રમ્પ પ્રશાસન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઈટાલીએ કેમ રોક્યા અમેરિકી બોમ્બર્સ? જાણો અસલી કારણ

ઈટાલીના જાણીતા અખબાર 'Corriere della Sera' ના અહેવાલ મુજબ, અમેરિકાના કેટલાક શક્તિશાળી બોમ્બર્સ વિમાનો સિસિલીના પૂર્વી ભાગમાં આવેલા એરબેઝ પર ઉતરવાના હતા, જ્યાંથી તેઓ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ના યુદ્ધગ્રસ્ત વિસ્તારો તરફ રવાના થવાના હતા. જોકે, ઈટાલી સરકારે આ વિમાનોને લેન્ડિંગની પરવાનગી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈટાલીએ આ પાછળનું કારણ એ જણાવ્યું છે કે અમેરિકાએ આ માટે કોઈ ઔપચારિક વિનંતી કરી નહોતી કે ઈટાલીના સૈન્ય નેતૃત્વ સાથે પરામર્શ પણ કર્યો નહોતો. સંધિઓ મુજબ, ઈટાલીની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય મથકોનો ઉપયોગ કરતા પહેલા સ્થાનિક સરકારની મંજૂરી અનિવાર્ય છે.

આ પણ વાંચો: ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા : 90 દિવસમાં ખેલ ખતમ, અપીલનો અધિકાર પણ છીનવાયો

રાજકીય દબાણ અને તટસ્થ રહેવાની રણનીતિ

ઈટાલીમાં વિરોધ પક્ષોએ સરકાર પર ભારે દબાણ કર્યું છે કે દેશને ઈરાન સાથેના સંઘર્ષમાં સામેલ થતો બચાવવા માટે અમેરિકી સૈન્યને ઈટાલીના મથકોનો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં અમેરિકા આવી કોઈ વિનંતી કરશે, તો સરકાર પહેલા સંસદની મંજૂરી લેશે. યુરોપિયન દેશો ઈચ્છતા નથી કે અમેરિકાના આ યુદ્ધમાં તેઓ સીધી રીતે હોમાય અને રશિયા કે ઈરાન સાથેના તેમના સંબંધો વણસે.

સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડ પણ અમેરિકાની વિરુદ્ધ

અમેરિકાને માત્ર ઈટાલી જ નહીં, પણ અન્ય દેશોએ પણ ઠેંગો બતાવ્યો છે:

  • સ્પેન: સ્પેનના રક્ષામંત્રી માર્ગરીટા રોબલ્સે જાહેરાત કરી છે કે ઈરાન પર હુમલામાં સામેલ કોઈ પણ અમેરિકી વિમાન માટે સ્પેનનું હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ રહેશે. સ્પેને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી દીધી છે.

  • સ્વિટ્ઝરલેન્ડ: હંમેશા તટસ્થ રહેતા સ્વિટ્ઝરલેન્ડે અમેરિકાને હથિયારો વેચવા માટેની કંપનીઓના લાયસન્સ રદ કરી દીધા છે. સ્વિટ્ઝરલેન્ડનું કહેવું છે કે તેઓ કોઈ પણ રીતે યુદ્ધને પ્રોત્સાહન આપવા માંગતા નથી અને આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ દેશોને યુદ્ધ સામગ્રીની નિકાસ કરી શકે નહીં.

ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને સાથી દેશોનું અંતર

નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પની એકતરફી યુદ્ધની નીતિ યુરોપિયન સાથીઓને રાસ નથી આવી રહી. નાટોના સભ્ય દેશો હોવા છતાં, ઈટાલી અને સ્પેન જેવા દેશો હવે પોતાની સુરક્ષા અને સ્વાયત્તતાને વધુ મહત્વ આપી રહ્યા છે. જો સાથી દેશો આ રીતે જ એરસ્પેસ અને એરબેઝનો ઉપયોગ કરવાની મનાઈ કરશે, તો અમેરિકા માટે ઈરાન પર હુમલો કરવો ટેકનિકલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મુશ્કેલ બની જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ