Home Gujarat Whale Vomit Also Known As Ambergrace Worth Nearly 3 Crores Caught

ઝડપાઈ લગભગ 3 કરોડની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

ઝડપાઈ લગભગ 3 કરોડની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)
Published by: OBS Bureau
Last Updated: Apr 30, 2025, 06:16 PM IST

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ મુદ્દામાલ કોઈ સામાન્ય ચીજ વસ્તુ નથી પણ વિશ્વપ્રખ્યાત, જાણીતી અને જેની ખુબ જ ડિમાન્ડ છે. સ્પર્મવ્હેલ માછલીની વોમીટ જેને એમ્બરગ્રીસ કહેવાય છે તેને ઝડપી પાડી છે.

કુલ 2.904 કિલોના જથ્થા સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર શખ્સોની પણ ધરપકડ કરી છે. આ એમ્બરગ્રીસની બજાર કિંમત 2 કરોડ 90 લાખ 40 હજાર રૂપિયા થાય છે.


સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસને બાતમી મળી હતી કે આમીર મનસુરી નામક ઈસમ જે સુરતનો છે સ્પર્મવ્હેલ માછલીની ઉલટી વેચવા માટે અમદાવાદ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તેની અટકાયત કરીને અને તેનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી ઉલટીના વીડિયોઝ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં આ ઉલટી સુરતના ઉસમાન શેખની હોય અને તેણે મોકલી આપેલા હોવાનું સામે આવ્યું છે.

આ પછી એક ટીમ સુરત માટે રવાના થઈ ઉસમાનના ઘરે દરોડા પાડતા 2.904 કિલો એમ્બગ્રીસ જેની કિમત 2 કરોડ 90 લાખથી વધુ થાય છે તે મળી આવી. આ આખી કાર્યવાહીમાં કુલ 4 શખ્સો ઝડપાયા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now