પશ્ચિમ બંગાળમાં SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ઉઠેલા વિવાદે હવે રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચા જગાવી છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા રાજકીય અને કાનૂની બંને મંચ પર ગરમાવો વધ્યો છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આ પ્રક્રિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે જ્યારે ચૂંટણી પરિણામો અને મતદાર યાદી વચ્ચેના સંબંધને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે TMCએ દાવો કર્યો છે કે SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં ગેરરીતિઓ થઈ છે બીજી તરફ, સત્તાવાર તંત્ર અને વિરોધ પક્ષો આ આક્ષેપોને રાજકીય ગણાવી રહ્યાં છે.
SIR શું છે અને વિવાદ કેમ?
SIR એટલે Special Intensive Revision જે ચૂંટણી પહેલાં મતદાર યાદીનું પુનઃસંશોધન કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા મતદાર યાદીને વધુ ચોક્કસ અને અપડેટ બનાવવા માટે થાય છે.
પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મોટા પાયે નામો ઉમેરવા અને કાઢી નાખવાના આક્ષેપો સામે આવ્યા છે. TMCનું કહેવું છે કે આ પ્રક્રિયાથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો: NEET-UG 2026ની એક્ઝામ રદ : 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, પેપર લીકની ફરિયાદ પછી લેવાયો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં શું થયું?
મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા હવે તેની કાનૂની ગંભીરતા વધી છે. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અંતિમ નિર્ણય આવનારા સમયમાં મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે તે દેશભરની ચૂંટણી પ્રક્રિયાઓ માટે પણ દિશાનિર્દેશ આપી શકે છે.
રાજકીય પ્રતિક્રિયા
TMCએ આરોપ લગાવ્યો છે કે મતદાર યાદી સાથે છેડછાડ થઈ છ. જેનાથી ચૂંટણીના પરિણામોને અસર થઈ છે. પાર્ટીના નેતાઓએ આ મુદ્દે ચૂંટણી આયોગની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. વિરોધ પક્ષોએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે SIRની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ નથી.





