Home Gujarat Welcome Grievance Redressal Program Held In Gandhinagar

ગાંધીનગરમાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ : નાગરિકોના તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ કરાયું નિરાકરણ

ગાંધીનગરમાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 10:21 AM IST

રાજ્ય સ્તરે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફના રહે અને પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગરમાં યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આ કાર્યક્રમમાં 11 જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, ગટરના પાણીના નિકાલ, બાંધકામ દબાણ, રસ્તાના કામ, જમીન રિસર્વે વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. જેમાંના તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર નિશા શર્મા, જમીન સંપાદન અધિકારી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now