Home Gujarat Weather In Gujarat May Change Scattered Rains Possible

ગુજરાતમાં હવામાનમાં પલટો : પડી શકે છે છૂટો છવાયો વરસાદ

ગુજરાતમાં હવામાનમાં પલટો
Published by: OBS Bureau
Last Updated: May 11, 2025, 06:15 AM IST

રાજ્યમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન વિભાગે 11 મેના રોજ બપોરના 1 વાગ્યા સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

શનિવારે વરસાદે ઉપસ્થિતિ નોંધાવી
છેલ્લા શનિવારે પોરબંદર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું નોંધાયું હતું. કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પડતાં ઉનાળાની તીવ્રતામાં થોડો વિરામ આવ્યો હતો.

વરસાદની શક્યતા સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં જણાઈ રહી છે.

તાપમાનમાં થશે વધારો
હવામાન વિભાગ મુજબ, આગામી સાત દિવસમાં રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આજથી બે દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે, પરંતુ પછી હવામાન ફરી ઉનાળીયું બનશે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now