પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS)ના પકડાયેલ આરોપી ઝીશાન અલી પાસેથી ગુજરાત એ.ટી.એસએ હથિયાર રિકવર કર્યા છે.
આરોપી ઝીશાન અલી પાસે એક સેમી ઓટોમેટીક પિસ્તોલ જપ્ત કરાઈ
સોશિયલ મીડિયા એકાઉન્ટસના સર્વેલન્સ દરમ્યાન જાણવા મળેલ હતુ કે આરોપી ઝીશાન અલી પાસે એક સેમી ઓટોમેટીક પિસ્તોલ છે. જે બાબતે આ ગુનાના તપાસ કરી વિરજીતસિંહ પરમાર તથા ટીમ દ્વારા આરોપી ઝીશાન અલીની સઘન પુછપરછ દરમ્યાન આરોપી દ્વારા કરવામાં આવેલા તથ્યોના ખુલાસાના આધારે આરોપી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની વિગતો જાણવા મળી હતી. આરોપીને સાથે રાખીને તેના નોઈડા ખાતેના નિવાસ સ્થાનેથી 01 સેમી ઓટોમેટીક પીસ્ટલ તથા 03 રાઉન્ડ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે
જાણો સમગ્ર કેસ
AQISની પ્રવૃત્તિઓને "ગઝવા-એ-હિંદ" ના નામે આગળ ધપાવવા, ભારતની મુસ્લિમ વસ્તીને કુફર સામે હિંસા અથવા આતંકવાદી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકમત દ્વારા ચૂંટાયેલી લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપીને અને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા માટેની વિચારધારા ફેલાવવા તથા તેના પ્રચાર-પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ ફરદીન શેખ, સેફુલ્લા કુરેશી, મોહમ્મદ ફેક, ઝીશાન અલી સ/ઓ આસીફ અલી નાઓની અટકાયત કરી ચારેય વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ. મોડ્યુલની મુખ્ય સુત્રધાર શમા પરવીન ડો/ઓ શમસુલ અંસારીની બેંગ્લોર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી

_e530a16c-3cca-4472-b751-a67e28a635e6.jpg)




