Home Gujarat War Sirens Civil Defense Mock Drill Gujarat Ahmedabad 15 Districts Of Gujarat India Pakistan War

Civil Defense Mock Drill : આવતીકાલે વાગશે યુદ્ધનું સાયરન! જાણો અમદાવાદ સહિત ગુજરાતમાં ક્યાં-ક્યાં યોજાશે મોકડ્રીલ

Civil Defense Mock Drill
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 11:44 AM IST

Civil Defense Mock Drill at Gujarat: જમ્મુ-કશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલાં આતંકી હુમલામાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના TRF ગ્રૂપે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખુબ જ તંગ બની ગઈ છે. દેશભરમાં આક્રોશ છે. ભારતીય બદલો ઈચ્છી રહ્યાં છે. ત્યારે ભારત સરકારે પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરી લીધી છે. તેના જ ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 7 મી મે ના રોજ સિવિલ ડિફેન્સની મોકડ્રીલનું આયોજન કરવાની સુચના આપી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય પણ આ મોકડ્રીલમાં સામેલ થશે. 


ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
આવતીકાલે 7 મેના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક વિશેષ "મોક ડ્રિલ" યોજાવાની છે. ગુજરાતના 15 મહત્વના જિલ્લાઓ—જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, જામનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં—આ યુદ્ધસદૃશ તૈયારીના ભાગરૂપે વિશાળ લેવલની મોકડ્રિલ યોજાશે. આજે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં દેશભરના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ થવા જઈ રહી છે, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી અને સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાશે.

આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ છે હવાઈ હુમલા અથવા યુદ્ધની સ્થિતિમાં સામાન્ય નાગરિકો અને સત્તાવાર તંત્રની તૈયારી તપાસવી. ડ્રિલ દરમિયાન ખાસ પ્રકારનું "યુદ્ધ સાયરન" વાગશે, જેનો અવાજ ઘણું ઉંચો અને ગંભીર હોય છે. આ સાયરન સામાન્ય રીતે ટાવર, સરકારી બિલ્ડિંગ્સ કે ખુલ્લા મેદાનમાં મુકાય છે અને તેનો અવાજ 1 થી 2 કિમી સુધી સંભળાય છે.

નાગરિકોને વિનંતી છે કે તે દિવસે જો આચાનક ડરામણો અવાજ સંભળાય તો ગભરાવું નહીં. આ માત્ર તૈયારી માટેનો અભ્યાસ છે. લોકો પોતાના ઘરમાં રહેવા, ઘરની બહાર હોય તો સલામત સ્થાન શોધી લવાનું અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. 1971ના યુદ્ધ પછી ભારત સરકારે પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે આવા સ્તરની ડ્રિલનું આયોજન કર્યું છે, જે દેશની રક્ષા તંત્રની તૈયારીને વધુ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now