Home International Waqf Bill Becomes Law President Draupadi Murmu Gives Assent

વકફ બિલ સુધારો હવે બની ગયું કાયદો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી

વકફ બિલ સુધારો હવે બની ગયું કાયદો
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 06:32 PM IST

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ (સુધારા) બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે આ બિલ હવે કાયદો બની ગયું છે. તમને જણાવી દઈએ કે આ બિલ આ અઠવાડિયે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અંગે સરકારે દાવો કર્યો છે કે તે દેશના ગરીબ અને દલિત મુસ્લિમો અને આ સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવામાં ઘણો આગળ વધશે. આ બિલ બુધવારે મોડી રાત્રે લોકસભામાં પાસ થયું હતું જ્યારે રાજ્યસભામાં ગુરુવારે મોડી રાત્રે પાસ થયું હતું. આ સાથે સંસદે વકફ (સુધારા) બિલ, 2025 અને મુસ્લિમ વક્ફ (રદી) બિલ, 2024ને મંજૂરી આપી હતી.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત
બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લો પર્સનલ બોર્ડે વકફ એમેન્ડમેન્ટ બિલ વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. બોર્ડનું કહેવું છે કે બોર્ડ આવતા સપ્તાહથી આ બિલ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. આ માટે કોર્ટથી લઈને શેરી સુધી લડાઈ લડવામાં આવશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું, 'વકફ સુધારા બિલને લઈને તેની તરફથી કાનૂની લડાઈ અને શેરી લડાઈ બંને લડવામાં આવશે. આ માટે આગામી સપ્તાહથી દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ વિરોધ કરીને ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવશે
બોર્ડે કહ્યું કે, આ અભિયાન 'વક્ફ બચાવો, બંધારણ બચાવો' નામથી ચલાવવામાં આવશે. આ અંતર્ગત દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, વિજયવાડા, મલ્લપુરમ, પટના, રાંચી, માલેરકોટલા અને લખનૌ જેવા શહેરોમાં મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. તેની શરૂઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમથી કરવામાં આવશે. તેનો પ્રથમ તબક્કો બકરા ઈદ સુધી ચાલશે. બોર્ડ દ્વારા યુવાનોને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ યુવાનો આ પ્રદર્શનમાં ભાગ લે અને શાંતિપૂર્વક વિરોધ કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,