Home International Waqf Amendment Bill Live

Waqf Amendment Bill LIVE : વક્ફ બિલ રાજ્યસભામાં રજૂ, જાણો રાજ્યસભાની નંબર ગેમ

Waqf Amendment Bill LIVE
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 07:57 AM IST

લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 પસાર થઈ ગયું છે. બિલની તરફેણમાં 288 વોટ પડ્યા જ્યારે 232 સાંસદોએ વિરોધમાં વોટ આપ્યા. આજે વક્ફ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં સરકારની ખરી પરિક્ષા થશે.

મોડી રાત્રે લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 (Waqf Amendment Bill ) પસાર થઈ ગયું છે. આ બિલ પર આખો દિવસ ચર્ચા થઈ હતી. વકફ બિલ પર મોદી સરકાર દ્વારા જે પ્રથમ કામની અપેક્ષા હતી તે પૂર્ણ થઈ ગયું છે. વિપક્ષના વિરોધ છતાં વકફ સુધારા બિલ લોકસભામાં સરળતાથી પસાર થઈ ગયું. લોકસભામાં વક્ફ સુધારા બિલ પર 10 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. કિરેન રિજિજુએ બુધવારે બપોરે 12 વાગ્યે વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. 10 કલાકની ચર્ચા બાદ રાત્રે 2 વાગ્યે વકફ બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું. વકફ બિલનું આખું નામ વકફ (સુધારા) બિલ 2025 અને મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 છે. વક્ફ બિલ લોકસભા દ્વારા પસાર થઈ ગયું છે, સરકારને રાજ્યસભામાંથી આશા છે. હવે જોવાનું એ છે કે વકફ બિલનો માર્ગ લોકસભાની જેમ રાજ્યસભામાં પણ સરળ છે કે કેમ. નંબર ગેમ દ્વારા અહીં બધું સમજાશે.

સૌથી પહેલા જાણીએ કે લોકસભામાં વકફ બિલ પર શું થયું.

લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે ગૃહમાં બિલ રજૂ કર્યું અને ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તે મુસ્લિમ સમુદાયના હિતમાં છે. વકફ બિલને 288 વિરૂદ્ધ 232 મતથી ગૃહની મંજૂરી મળી હતી. આ મહત્વપૂર્ણ બિલને પસાર કરવા માટે, ગૃહની બેઠક લગભગ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ ઉપરાંત, મુસ્લિમ વક્ફ (રદી) બિલ, 2024, જે મુસ્લિમ વક્ફ એક્ટ 1923 ને રદ કરે છે, તેને પણ અવાજ મત દ્વારા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

લોકસભામાં કોની તરફેણમાં કેટલા વોટ?

ચર્ચા પછી, જ્યારે કિરેન રિજિજુએ વકફ (સુધારા) બિલ 2025 પર વિચારણા માટે પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે વિપક્ષના કેટલાક સભ્યોએ મતોના વિભાજનની માંગ કરી. તેની તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા હતા. જ્યારે બિલ પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે ગૃહના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં હાજર ન હતા.

લોકસભામાં કોની પાસે સંખ્યાત્મક તાકાત હતી?

વક્ફ (સુધારા) બિલ પસાર કરવા માટે લોકસભામાં બહુમતી માટે 272 સાંસદોની જરૂર હતી. આ સંખ્યા મોદી સરકાર પાસે હતી. ભાજપના 240 સાંસદો છે અને સાથી પક્ષો (જેમ કે JDU, TDP, LJP અને અન્ય) પાસે કુલ 293 સાંસદો છે. આ રીતે એનડીએ પાસે લોકસભામાં બહુમતી કરતાં 21 વધુ સંખ્યા હતી. આ રીતે આ બિલ લોકસભામાં સરળતાથી પસાર થઈ ગયું.

રાજ્યસભામાં ખરી કસોટી?

વકફ બિલ પર મોદી સરકારની ખરી કસોટી રાજ્યસભામાં થશે. અહીંથી પસાર થવું એટલું સરળ નહીં હોય. તેનું કારણ એ છે કે મોદી સરકાર પાસે રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી નથી. રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે, જેમાંથી 237 અસરકારક છે. 8 બેઠકો હજુ ખાલી છે. બહુમત માટે 119 સાંસદોની જરૂર છે. રાજ્યસભામાં NDAના હાલમાં 112 સાંસદો છે. આવી સ્થિતિમાં તેમણે ઉમેદવારો અને અપક્ષોની મદદ લેવી પડશે. રાજ્યસભા એનડીએ ભાજપ (96), સાથી પક્ષો (16), અને 6 નામાંકિત અને 1 અપક્ષના સમર્થન સાથે કુલ 119 ની સંખ્યા પર પહોંચે છે, જે બહુમત માટે જરૂરી છે. વિપક્ષ (ઈન્ડિયા બ્લોક) પાસે 85 સાંસદો છે. કોંગ્રેસ (27), ટીએમસી (13), એસપી (10), ડીએમકે (10), અન્ય (25)… જે બહુમતી કરતા 34 ઓછા છે. જો કે તેની સરખામણીમાં રાજ્યસભામાં એનડીએની સ્થિતિ વિપક્ષ કરતા વધુ મજબૂત છે. આ તાકાત વકફ બિલ પાસ કરાવવામાં સક્ષમ છે. જો કંઈ નવું નહીં થાય તો વક્ફ બિલને રાજ્યસભામાં પણ મંજૂરી મળી શકે છે.

Follow Offbeat Stories channel on WhatsApp
https://whatsapp.com/channel/0029VbASup6Ae5VkurirGM2h

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,